________________
૮૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪ વિષય) અને જે આવી રીતે પાંચે ઈદ્રિયના વિષયમાં આસક્ત રહી તેને ભેળવવામાં આખી દુનિયાના સર્વ પદાર્થો જાણે પિતાની મુઠ્ઠીમાં હોય એમ માનીને જ કામ લે છે તે પેલા રાગકેસરી રાજાને મંત્રી જેની પ્રખ્યાતિ આપણે ઘણીવાર સાંભળી હતી અને જેને જોવા માટે આપણે અહીં ખાસ આવ્યા છીએ તે વિષયાભિલાષ છે.
તને યાદ હશે કે આપણને મિથ્યાભિમાને કહ્યું હતું કે વિ. ષયાભિલાષને પાંચ છોકરાઓ છે જેના જોરથી એ મંત્રી આ આખી દુનિયાને પોતાને વશ કરીને રહે છે અને સર્વને પિતાની જેવા વિષય ભેગવતા બનાવી મૂકે છે. જે! તેની સાથે એ પાંચે છોકરાઓ પણ દેખાય છે. એ વિષયાભિલાષ મંત્રીએ હુકમ કરેલા જે જે પ્રાણીઓ જેવામાં આવે છે તેઓ સર્વે સ્પર્શ, રસ, સુગંધ, રૂપ અને શબ્દમાં આસક્ત થઈ જાય છે અને એક વાર એને વશ પડી જાય છે એટલે પછી અમુક કામ કરવા જેવું છે કે નહિ તે જાણતા નથી, અમુક બાબત પિતાને હિત કરનારી છે કે નુકસાન કરનારી છે તે વિસરી જાય છે. અમુક વસ્તુ ખાવા ગ્ય છે કે તજવા યોગ્ય છે તે સમજતા નથી અને ધર્મ અને અધર્મના વિચારને તે તેઓ દેશવટો આપી દે છે. એ તો માત્ર એ પ્રેરણું કરનારા મનુષ્યની દોસ્તીમાંજ આનંદ માને છે અને સર્વે વખત તેમાંજ રાચી માચી રહે છે અને જાણે તદ્દન જડ હોય નહિ તેમ બીજા કેઈને દેખતા નથી, બીજાને મળતા નથી, બીજાની વાત સાંભળતા નથી, અને જેવો આપણે જડ કુમાર છે તેવાજ પ્રાયે થઈ જાય છે. રસનાને ઉત્પન્ન કરનાર આ વિષયાભિલાષ જ છે એમ એના દર્શન પરથી નિર્ણય થાય છે અને બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એ બાબત ચોક્કસ થાય છે. એનામાં ઘણું વિશાળ બુદ્ધિ હોવાને લીધે એ એકલે રાગકેસરી રાજાનું રાજ્ય અનેક ખટપટ કરીને ચલાવે છે અને એમાં એ કેઈથી જરા પણ ગાંજે જાતે નથી. બહિરંગ પ્રદેશમાં રહેલા મનુષ્યો ત્યાં સુધી જ પંડિત છે અને ત્યાં સુધી જ પિતાના વ્રતમાં દઢ રહી શકે છે કે જ્યાં સુધી એ વિષયાભિલાષા
૧ જુઓ પૃ. ૭૯૨. ૨ હુકમ કરેલા વિષયાભિલાષની અસર તળે આવેલા.
૩ વિચક્ષણ અને જડ બન્ને ભાઈ છે, વિચક્ષણને સાળો વિમર્શ થાય છે અને મામા ભાણેજ રસનાના મુળની શોધ કરવા અહીં આવ્યા છે-એ વાત અત્ર લક્ષ્યમાં રાખવી.
૪ આ તદ્દન બાહ્ય દષ્ટિવાળા માટે સમજવું. એને જીતનારનું વર્ણન આગળના પકરણોમાં આવશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org