________________
સોળ બાળકે.
૮૮૧ માણસે પ્રત્યાખ્યાનાવરણીયના નામથી પછાને છે. જ્યાં સુધી એ ચાર બાળકે આ મહામંડપને આશ્રય કરીને રહેલાં હોય છે ત્યાં સુધી પ્રાણીઓ પાપને સર્વથા મૂકી શકતા નથી, એટલે કદાચ કેટલુંક પાપ ઓછું કરે છે પણ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરી શકતા નથી. હકીકત એમ બને છે કે એ બાળકે જ્યાં સુધી ચિત્તવૃત્તિ મહા અટવીમાં વિલાસ કરતાં હોય છે ત્યાં સુધી પ્રાણુઓ પાપને કાંઈક કાંઈક તે સારી રીતે ત્યાગ કરે છે, પરંતુ સંપૂર્ણપણે તેને છોડી શકતા નથી. તેને લઈને એ બાળકે પણ પ્રાણીને સંતાપ કરનારા થાય છે અને પ્રાણીનું કાંઈક કઇક કલ્યાણ તો જોકે એ બાળકો હોવા છતાં થાય છે તેનું કારણ પ્રાણીએ કરેલ અમુક પ્રકારને વિરતિભાવ-ત્યાગભાવ છે, પરંતુ સંપૂર્ણ લાભ મળતો નથી તેનું કારણ એ છે કે તે સર્વેથા ત્યાગ કરી શકતો નથી, સર્વવિરતિ આદરી શકતો નથી. સંજવલન ૪.
“ભાઈ પ્રક! એ પ્રત્યાખ્યાની બાળકથી પણ વધારે નાનાં અને માત્ર ગર્ભ જેવડાં જ દેખાતાં ચાર બાળકે તેની બાજુમાં દેખાય છે તેને મહાત્મા મુનિઓ સંજ્વલનના નામથી ઓળખાવે છે. એ બાળકો લીલા કરવામાં આનંદ માનનારા અને સ્વાભાવિક રીતે ઘણા ચપળ અને ચંચળ છે અને તેથી જે પ્રાણીઓ સર્વ પાપથી વિરતિભાવ લઈને બેઠેલા હોય છે તેમને (સવિરતિ આદરનાર સાધુઓને) પણ પિતાના કબજામાં લઈ લે છે અને વારંવાર તેમનામાં દેખાવ દઈ તેઓ સાથે ચેડા કાઢે છે અને તેવા વિશાળ હૃદયના પ્રાણીઓને પણ અનેક પ્રકારે મનમાં આહકદેહદૃ કરાવે છે, આથી તેમણે સર્વ પાપિને નાશ કરવાનો જે નિર્ણય કર્યો હોય છે તેમાં દૂષણ આવી પડે છે અને આ બાળકોના જોરથી તેમના શુદ્ધ માર્ગમાં અતિચારે આવી પડે છે. જોકે બહિરંગપ્રદેશમાં રહેલા પ્રાણીઓને એ બાળકે બહુ નાના રૂપવાળાં લાગે છે તે પણ સર્વ સંસારી પ્રાણીઓને માટે
૧ પ્રત્યાખ્યાનાવરણીય કષાયની મુદત સાધારણ રીતે ચાર માસની હોય છે. એ સર્વવિરતિને રોકે છે અને પ્રાયે મનુષ્યગતિની પ્રાપ્તિનું કારણ બને છે. એના સ્વરૂપ માટે પણ જુઓ સદર કર્મગ્રંથ ગાથા ૧૮ ની ટીકા.
૨ સંજવલન કષાયની ઉત્કૃષ્ટ મુદત પંદર દિવસની હોય છે, એ યથાખ્યાત-ઉત્કૃષ્ટ ચારિત્રને અટકાવ કરે છે, પ્રાથે એ કષાય દેવગતિનું કારણ બને છે. દશાન્તસહિત સેળે કયાયનું વર્ણન પ્રથમ કર્મગ્રંથમાં આપેલ છે. જુઓ ગાથા ૧૮ મી અને તેપરની ટીકા.
૩ અતિચારક નિયમમાં દૂષણ. એનો ઉપાય ક્ષમા માગવામાં અને પશ્ચાત્તાપ કરવામાં અને ભવિષ્યમાં દેષ ન કરવાના સાચા નિર્ણયમાં સમાઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org