________________
૮૭૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તેા એવા લક્ષણવાળા છે કે તે દુઃખ ઘટાડવાને બદલે ઉલટું ઘણું વધારી મૂકે છે. એથી પરિણામ એ થાય છે કે એ પ્રાણીઓને જે સ્વાર્થ હોય છે તે તે જરા પણ સાધી શકતા નથી અને ઉલટા ધર્મથી ભ્રષ્ટ થાય છે અને એવી મૂર્છામાં પડી જાય છે કે કોઇ વાર શાકમાંને શાકમાં મૂર્છાથી આંખા મીંચી દઇને પ્રાણ પણ છેડી દે છે. સાધારણ રીતે પણ શાકને વશ પડીને તે માથાં કરે છે, પેાતાના વાળ ખેંચી કાઢે છે, છાતી ફુટે છે, જમીનપર પછાડી ખાઈને પડે છે, મોટા ગભરાટમાં પડી જાય છે, પેાતાને ગળે દારડું બાંધીને આત્મઘાત કરવા લટકી પડે છે, નદી, સરોવર, સમુદ્ર વિગેરેમાં પડતું મૂકે છે, અગ્નિમાં ઝંપલાવે છે, પર્વતના શિખરપરથી ભૈરવજવ ખાય છે, ભયંકર કાળફૂટ ઝેર ખાય છે, પેાતાના શરીરપર હથિયાર મારી મરવા તૈયાર થઇ જાય છે, મોઢેથી રડવા મંડી જાય છે, ગાંડાઘેલા જેવા દેખાય છે, ઘણા ગભરાટમાં પડી જાય છે, ગરીમાઇથી રાંકની જેમ ખાલે છે, સાધારણ રીતે ખેાલતા હોય તેથી વધારે ઝીણા કરૂણાજનક સ્વરથી ખેલે છે, અંદર મનમાં તાપથી મળી જાય છે અને શબ્દ વિગેરે પાંચે ઇંદ્રિયાના સુખથી છેતરાય છે ( એમને એ સુખા મળી શકતા નથી ). આવી રીતે શાકને વશ પડીને પ્રાણીઓ આ ભવમાં અનેક પ્રકારનાં દુઃખા પામે છે અને માટે દુ:ખદાયી કર્મના અંધ તે કારણે ખાંધીને પરભવમાં ભયંકર દુર્ગતિ પામે છે. આવી રીતે એ શાક નામના ચેાથેા પુરૂષ છે તે બહિ:પ્રદેશના પ્રાણીને બહુ દુઃખ આપનાર છે તેનું સંક્ષેપમાં ભાઇ પ્રકર્ષ! મેં તારી પાસે વર્ણન કરી બતાવ્યું. વળી એ શેાકના શરીરમાં ભવસ્થા નામની મહાદારૂછુ સ્ત્રી રહે છે જે શાકની પત્ની થાય છે અને એના ઘરનાં સર્વ કાર્યની એ નાયક થઈને રહેલી છે. એ ભાઇને સર્વ પ્રકા રનું પાષણ આપનાર એ સ્ત્રી છે, એના વગર શાક જીવી પણ શકત નથી અને તે કારણને લઇને પેાતાની એ ભાર્યાને શાક સર્વદા પેાતાના શરીરમાં જ ધારણ કરી રાખે છે.
*
જુગુપ્સા.
ત્યાર પછી તે પાંચ મનુષ્યમાં પેલી ચપટા બેસી ગયેલા નાર્ક લાળી કાળા રંગની સ્રી શાકની બાજુમાં બેઠેલી દેખાય છે તેને વિદ્વાન
Jain Education International
*
૫
૧ ભવસ્થાઃ સંસાર- ભયમાં અત્યંત પ્રીતિ અથવા તુચ્છ રાગ એ જ શાકનું કારણ છે. ભવપર પ્રીતિ–રાગ ન હૈાય તે! શાક થાય જ નહિ. ગુજરાતી સંક્ષિપ્તકાર અને ભાવના નામથી ઓળખાવે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org