________________
પ્રકરણ ૧૪ ]
૮૬૯
શક્તિવાળા છે, પાતાની તાકાતથી જાણીતા થયેલા છે અને પુર્વેદના નામથી ઓળખાય છે. એના વીર્યથી બહારના પ્રદેશના (બહિરંગ) લોકો પરદારામાં આસક્ત થાય છે અને પોતાના કુટુંબને મોટું દૂષણ લગાડે છે.
મકરધ્વજ,
፡፡
ત્યાર પછી બીજો જે પુરૂષ ત્યાં દેખાય છે અને જેનું ઘણું મોટું તેજ દેખાય છે તેમજ આખા જીવનને જેણે ભ્રષ્ટ કર્યું છે તેને વિદ્વાન આચાર્યે સ્રીવેદના નામથી ઓળખાવે છે; એ ભાઇશ્રીના પ્રતાથી સ્ત્રીએ સર્વ પ્રકારની લાજ શરમ છેડી દઈને અને પેાતાના - ળની ઉત્તમ મર્યાદા મૂકી દઇને પરપુરૂષમાં આસક્ત થાય છે.
**
ત્યાર પછી એ મકરધ્વજના પરિવારમાં જે ત્રીને પુરૂષ દેખાય છે તેનું નામ ચંઢવેદ ( નપુંસક્વેદ ) છે, એ પણ પેાતાના તેજથી અહિરંગ લોકોને હેરાન કરી બાળી મૂકે છે, ત્રાસ પમાડે છે. એનામાં શક્તિ કેટલી છે તે આ દુનિયામાં જણાવવું પણ ઘણું મુશ્કેલ પડે તેવું છે, કારણ કે તેથી નપુંસકા દુનિયામાં મહા નિંદાપાત્ર અને છે. એ સંબંધી વધારે ખેલવાથી સર્યું. ભાઇ પ્રકર્ષ ! એ મકરધ્વજ એ ત્રણે પુરૂષાને આગળ કરીને આ દુનિયામાં પ્રવર્તે છે અને એનામાં એટલું બધું બળ છે કે ખીજા માણસા એના મળની કલ્પના પણ બરાબર કરી શકતા નથી.
મકરધ્વજપતી તિ.
c ત્યાર પછી એ મકરધ્વજની પાસે પદ્મપત્રની જેવી આંખાવાળી અને રૂપસૌભાગ્યનાં મંદિર તુલ્ય એક બહુ સૌંદર્યવાળી એને અતિ પ્રિય સ્ત્રી બેઠેલી જણાય છે તે એ મકરધ્વજ (કામદેવ)ની ભાર્યાં છે અને તે લેાકમાં રતિના નામથી ઓળખાય છે. પેલા મકરછજે પોતાના જોરથી જે જે લેાકાને જીતી લીધા છે તેઓનાં મનમાં એ સ્વાભાવિક રીતે સુખમયતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એટલે કે જે લોકા મકરધ્વજથી જીતાઇ જઇને તેના ગુલામ થઇને વાસ્તવિક રીતે દુ:ખ ભોગવતા હોય છે. તેઓ પાસે એવી માન્યતા કરાવે છે કેઅહા ! આ મકરધ્વજ તેા અમને ઘણાજ આનંદ ઉત્પન્ન કરનાર છે!
૧ પુરૂષવેદઃ શ્રી ભાગવવાની ઇચ્છા. એ મેાહનીય કર્મની એક પ્રકૃતિ છે. વેદ એ પુરૂષ ભાગવવાની ઇચ્છા છે, તેમજ પઢવેદ એ નપુંસકવેદ છે, તેમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને ભાગવવાની ઇચ્છા થાય છે. એમાં કામેચ્છા અનુક્રમે તરણાની અગ્નિ સરખી, છાણાની અગ્નિ સરખી અને નગરદાહની અગ્નિ સરખી હેાય છે. (કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૨૨ મી.)
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org