________________
પ્રકરણ ૧૪ મું.
મકરવજ.
કર્ષપાસે ચિત્તવૃત્તિઅટવીના મંડપમાં સિંહાસન પર બેઠેલા મહામોહ મહારાજાના પરિવારનું વર્ણન મામાં વિમર્શ કરી રહ્યા છે; અંગત પરિવાર વર્ણવાય છે તેનું વર્ણન
સાંભળતાં પ્રકને બહુ આનંદ થયે, ઘણું જાણવા જિજનક જેવું મળ્યું. તે વખતે મહામહ મહારાજાની પછવાડે એક અદ્ભુત સ્વરૂપવાળા પુરૂષને જોતા પ્રકર્વની જિજ્ઞાસા જાગી અને તેણે સવાલ કર્યો–
“મામા! એ મોટા સિંહાસન ઉપર આ મહારાજ રાગકેસરીની બરાબર પછવાડે એક નાના રાજા જેવો બેઠેલો દેખાય છે, જેની સાથે ત્રણ માણસનો પરિવાર છે, જેના શરીરનો રંગ લાલ છે, જેની આંખ ઘણી ચપળ છે, જેનામાં વિલાસના ચિહ્નો સ્પષ્ટ દેખાય છે, જેની પીઠ પર બાણું રાખવાનું ભાથું બાંધેલું જણાય છે, જેના હાથમાં ધનુષ્ય દેખાય છે, જેની પાસે પાંચ બાણે જોવામાં આવે છે, વિલાસ કરતી અને તેજ લાવણ્યથી ભરપૂર સુંદર સ્ત્રી ભ્રમણ કરતા ભમરાઓના ઝંકારથી પણું વધારે સુંદર ગીતથી જેને વિનોદ કરાવી રહી છે, એવો એ સ્ત્રીને આલિંગન કરવાની અને તેના મુખ ઉપર ચુંબન કરવાની લાલસાવાળ સુંદર આકૃતિ ધારણ કરનાર કે રાજા છે ? તે મને બરાબર સમજાવો.”
મકરધ્વજની ઓળખાણ
એનાં અદ્દભુત પરાક્રમ, વિમર્શમામાએ જવાબ આપે “ભાઈ પ્રક! એ તો આ દુનિયામાં મેટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર ઘણે સુપ્રસિદ્ધ અને મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org