________________
૮૬૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પુરૂષ દેખાય છે તે દ્વેષગજેંદ્ર નામના પુરૂષ છે એને તું ઘણું કરીને પીછાને છે. એ દ્વેષગજેંદ્ર મહામેાહ રાજાના પુત્ર થાય છે અને રાગકેસરીના ભાઇ થાય છે. એનામાં પણ એટલા બધા ગુણા છે કે તેના ઉપર પણ તેના પિતા મહામેાહની ઘણી જ પ્રીતિ છે અને તે સપુતને જોઇને તેના પિતાની આંખ ઠરે છે અને મનમાં નિરાંત થાય છે; કારણ એમ છે કે જન્મથી તે એ દ્વેષગજેંદ્ર તેના ભાઇ રાજા રાગકેસરીથી નાના છે છતાં તાકાતમાં-શક્તિમાં રાગકેસરીથી તે ઘણા વધારે છે અને તેને લોકોમાં તેવી જ રીતે ઓળખવામાં આવે છે અને તે હકીકત આવી રીતે બને છે: રાગકેસરીને જોઇને લોકોને જરા પણુ બીક લાગતી નથી, જ્યારે આ દ્વેષગજેંદ્રને જોતાં જ તે ભયથી થરથરી જાય છે; વળી જ્યાં સુધી એ ભાઇશ્રી દ્વેષગજેંદ્ર ચિત્તઅટવીમાં ફરતા હોય છે ત્યાંસુધી બહારના લોકોને (બહિરંગ લોકોને) કોઇ જાતનું સુખ મળે એવી આશા રાખવી તદ્દન ફ્રાકટ છે; જે લાકે એક બીજાના ખાસ મિત્ર હોય છે અને જેએનું મન એક બીજા તરફના એહથી ભરેલું હાય છે તેનાં મનને પણ એ ભાઇશ્રી પેાતાના જાતિસ્વભાવથી જૂદાં પાડી નાખે છે, મન્નેમાં આંતરે પડાવી દે છે અને દુશ્મનાવટ ઊભી કરે છે; જ્યારે જ્યારે એ ભાઇશ્રી ચિત્તઅટવીમાં આવીને હીલચાલ કરે છે ત્યારે ત્યારે (બહિરંગ) પ્રાણીઓ ઘણા જ દુ:ખી દુ:ખી થઇ જાય છે, અને એવી રીતે દુઃખી થઇને જ પડ્યા રહે છે એટલું જ નહિ પણ વધારામાં તેને એક બીજા ઉપર એટલા સખ્ત તંત બંધાઇ જાય છે કે તેને લઈને વૈર બાંધીને મહા ભયંકર વેદનાવાળી નરકમાં જઈને પડે છે અને ત્યાં પણ પેાતાનું વૈર ભૂલતા નથી. ખરેખર ભાઇ પ્રકર્ષ! એ દ્વેષગજેંદ્રનું જેવું આકરૂં નામ છે તેવા જ તે ભયંકર છે તેથી તેના નામ જેવા તેનામાં ગુણા છે એમ તારે સમજવું. જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ નાસી જાય છે તેમ આ દ્વેષગંધહસ્તીની ગંધથી વિવેકરૂપ હાથી દૂરથી જ પલાયન કરી જાય છે. તેની સ્ત્રી અવિવેકિતા નામની છે તે હાલ અત્રે હાજર નથી, તેની વાત તે અગાઉ શાકે જણાવી હતી તે તારા ધ્યાનમાં હશે.”
1 અવિવેતિાનું પ્રથમ દર્શન ત્રીજા પ્રસ્તાવની શરૂઆતમાં વૈશ્વાનરની માતા તરીકે થાય છે. જુએ પૃ. ૩૪૬, ત્યાર પછી શૈલરાજની માતા તરીકે આ પ્રસ્તાવમાં તેને રૃ. ૭૦૫ માં વર્ણવી છે. તામસચિત્ત પુરમાં મામા ભાણેજ જતા હતા ત્યારે અવિવેકિતા સંબંધી શાકે સર્વ વાત વિસ્તારથી કહી હતી-જીએ પૃ. ૭૯૬–૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org