________________
૮૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ “ વંચિત થયેલા જણાવે છે, અપમાનથી હણાયેલા દર્શાવે છે, ગરીબ“દીન છે એમ સમજાવે છે, ખરા જ્ઞાનની સમજણ વગરના જાહેર “ કરે છે, શ્વાન જેવા છે એમ મશ્કરી કરે છે આવી રીતે પોતાની “ શક્તિથી સાધુ પુરૂષોને તદન ઉલટા રૂપમાં પ્રસિદ્ધ કરવામાં એ “આનંદ લે છે.
“'તમે કન્યાઓનાં લગ્ન કરે, પુત્ર ઉત્પન્ન કરે, શત્રુઓને
મારી નાખે, કુટુંબનું પરિપાલન (પોષણ) કરેકર્મવિભાગ- “આવાં આવાં કામો જે ઘર સંસારવૃદ્ધિનાં કારણે માં વિચિત્રતા. “છે તેને વિશુદ્ધ ધર્મ તરીકે તેના તરફથી બતા
વવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે એવાં કાર્યો કરવાથી આ સંસારસમુદ્ર તરી જવાય છે; ત્યારે જે “માર્ગ જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયથી ભરપૂર છે અને જેનાથી મુક્તિ “પ્રાપ્ત થાય છે તે માનો એ લેકશત્રુ મિથ્યાદર્શન સર્વથા નાશ કરે છે-લેપ કરે છે.
“ “ ભાઇ પ્રક! આવી રીતે એ મટી શક્તિવાળા સેનાપતિ મિથ્યાદર્શનમાં કેટલી અદભુત શક્તિ છે તેનું મેં તારી પાસે વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું. મેં તને અગાઉ જણાવ્યું હતું કે તે મિથ્યાદર્શન જે દેવ ન હોય તેનામાં દેવપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માનીનતા ઉત્પન્ન કરે છે, જે તત્વ ન હોય તે તત્વ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે અપાત્ર કે કુપાત્ર હોય તેને તે પાત્ર મનાવે છે, ગુણની તદ્દન ગેરહાજરી હોય ત્યાં ગુણોનો સમૂહ સમજાવે છે અને જે સંસાર વધવાના હેતુઓ હોય તેને તે નિર્વાણ (મોક્ષ)ના હેતુઓ હોવાની ભ્રાન્તિ કરાવે છે. એ સર્વના સંબંધમાં વિવેચનપૂર્વક સર્વ હકીક્ત તારી પાસે નિવેદન કરી; બાકી ખરેખર વિસ્તારથી તે એ પ્રધાનના પરાક્રમોની વાત કેણ કરી શકે?
૧ કન્યાનાં લગ્નને સ્મૃતિકારે ધર્મ માનેલ છે. અપુત્રની ગતિ નથી, સ્વર્ગ તેને મળતું નથી એમ ઋતિકાર બતાવે છે. શત્રુને નાશ પણ મનુસ્મૃતિમાં ફરજ તરીકે ગણવેલ છે. વૃદ્ધ માબાપ સાધ્વી સ્ત્રી અને નાના પુત્રને સેંકડો અકાર્ય કરીને પણ પાળવા પોષવાની ફરજ ગૃહસ્થને માથે મનુસ્મૃતિમાં નાખવામાં આવી છે,
સ્થળ દષ્ટિએ આ કર્તવ્યો લાગશે પણ તેને આત્મિક દ્રષ્ટિથી જોવાની જરૂર છે. સભ્યદર્શનમાં દષ્ટિની જ શુદ્ધિ હોય છે એ લક્ષ્યમાં રાખવું.
૨ જુએ પૃ. ૮૪૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org