________________
૮૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
યજ્ઞતાપસા, ધોષપાશુપતા, કંદછેદા, દિગંમર, કામદંકા, કાળમુખા, પાણિલેહા, ત્રિરાશી, કાપાલિક મતવાળા, ક્રિયાવાદી, ગોત્રતા, મૃગચારીઓ, લેાકાયતમતવાળા, શંખ ધમનારા, સિદ્ધવાદીઓ, કુલંતા, તાપસે, ગિરિરાહી, શુચિ, રાજપિંડવાળા, સંસારમાચકો, સર્વાવસ્થા, અજ્ઞાનવાદીઓ, શ્વેતભિક્ષુઓ, કુમારવ્રતીએ, શરીરશત્રુઓ, ઉ ંદા, ચક્રવાળા, ત્રપુઆ, હસ્તિતાપસેા, ચિત્તદેવેશ, બિલવાસીઓ, મૈથુનચારીએ, અંખરા, અસિધારીઓ, મારપુત્રો, ચં. દ્રોદ્ધમિકા, ઉદકવૃત્તિકા, એક એક થાળીવાળા, મંખલાકા, પક્ષાપક્ષ મતવાળા, ગજથ્થો, ઉલૂકપક્ષીઓ, માતૃ(દેવી)ભક્તો અને કંટકમર્દકા વિગેરે વિગેરે. ભાઇ પ્રકર્ષ! તને કેટલાનાં નામેા ગણાવવાં? એ સર્વ જૂદા જૂદા પ્રકારના અભિપ્રાયેા ધારણ કરનારા હાવાથી જૂદાં જૂદાં નામ ધારણ કરનારા પાખંડીઓ સમજવા. `તે (૧) દેવતત્ત્વમાં ભેદ હોવાથી (ર) વાદ-કારણતત્ત્વની માન્યતાને અંગે ભિન્નતા હાવાથી (૩) તેમના ઉપદેશકાના વેશ જૂદા જૂદા હોવાથી (૪) ખપતી ન ખપતી વસ્તુઓના વિવેકમાં-કલ્પનામાં ફેરફાર હોવાથી (૫) મેાક્ષના વિચાર જૂદા જૂદા પ્રકારના હેાવાથી (૬) વિશુદ્ધિ કોનું નામ કહેવાય તેના ખ્યાલ જાદો હાવાથી તેમજ (૭) ખાવાપીવાની રીતભાતમાં ફેરફાર હેાવાથી તેઓ એક બીજાથી જૂદા પડે છે તે આ રીતેઃ
(૧) ઉપરના મતમતાંતરોવાળા કોઇ રૂદ્ર (શિવ)ને દેવ માને
છે, કોઇ ઇંદ્રને દેવ માને છે, કોઇ ચંદ્રની પૂજા કરે છે, કોઇ નાગને દેવ માને છે, કાઇ બુદ્ધ ભગવાનને સેવે છે, કોઇ વિષ્ણુની મહત્તા માને છે, કોઇ ગણેશની આસેવના કરે છે અને એવી એવી રીતે જેના મનમાં જેમ આવ્યું તેમ પેાતાના મત પ્રમાણે જૂદા જૂદા ઇષ્ટ દેવાને દેવ માની લઇને તેની સેવાપૂજા કરે છે અને તેથી કરીને એક બીજાથી તે જૂદા પડે છે.
દેવ.
યાદ.
(૨) એ મતામાં અનેક પ્રકારના વાદ હોય છે અને તેથી પણ તે મતા એક બીજાથી જૂદા પડે છે. કાઇ ઇશ્વરને કર્તા માને છે અને તેના વગર આ સૃષ્ટિ અશક્ય માને છે, કોઇ તેની જરૂરીઆત નકામી માને છે અને ભાષીભાવને મુખ્ય કરે છે, કોઈ કર્મવાદી થઇ જઇ કર્મપર આ સૃષ્ટિના
૧ દર્શનકારાને ભેદ સાત કારણામાંથી એક અથવા વધારે કારણેાને લઇને પડે છે, આ પ્રથર ધણું સુંદર છે. મેં તેનું ભાષાન્તર ધણી છૂટથી કર્યું છે. સાત ભેદકારણનાં નામેા આ પ્રમાણેઃ દેવ, વાદ, વેશ, કલ્પ, મેાક્ષ, વિશુદ્ધિ, વૃત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org