________________
૮૪.
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ પછી આમ તેમ આળોટતાં તે મેટેથી બુમ મારવા લાગે અને ન વર્ણવી શકાય તેવી અત્યંત ભયંકર અવસ્થાને પામે. આવી તેની ખરાબ અવસ્થામાં અહો સવાંગસુંદરી! તેનું કેઈએ પણ રક્ષણ કર્યું નહિ. તેવી રીતે આ જીવના સંબંધમાં પણ તે જ પ્રમાણે હકીકત સમજવી. બરાબર ધ્યાન રાખીને આ વાત સમજી લેજે હકીકત એમ છે કે જ્યારે આ પ્રાણ પ્રમાદયુક્ત હોય છે, અને પ્રમાદમાં વિલાસ કરવા તત્પર થયેલ હોય છે, તેના મનમાં અનેક પ્રકારના વિક્ષેપ થયા કરતા હોય છે, તૃષ્ણથી તે પીડિત હોય છે, મનમાં અનેક વિપર્યાસે થયા કરતાં હોય છે તેમજ અવિવાથી અંધ થઈ ગયેલ હોય છે, સંસારરૂપ કાદવમાં આસક્ત થઈ ગયેલ હોય છે અને વિષયસુખમાં અનેક ગુણો છે એ તેણે પોતાના મનથી આરોપ કરી દીધો હોય છે તે વખતે તેને ધર્માચાર્ય અથવા તે કઈ ખરેખર સર્વારૂપ સાચા વૈદ્ય આવીને તેને કચરામાં પડતા અટકાવવા વારંવાર ન કરે તે તેને એ ભાઈશ્રી મૂર્ખ અને અક્કલ વગરના માને છે એ વાત તો બરાબર બેસે તેવી છે. ત્યાર પછી એ ભાઈએ દઢ પાપ બાંધેલાં હોય છે તેથી તેને દુ:ખ ભેગવવા રૂપ જ્વર (તાવ) આવે છે જેની સરખામણી બરાબર વમન સાથે થાય છે. તેને વશ પડી જઈને પેલા ધર્માચાર્ય કે સર્વસની શિક્ષા ન માનતાં તે ખોટા પ્રમાદમાં પડી જાય છે અને પ્રમાદમાં પડ્યો એટલે તે પછી એના મનમાં સર્વ દેને ભાર ભરાઈ જાય છે અને તે વખતે એનામાં મહામહ રાજા જેનું વર્તન બરાબર સન્નિપાત જેવું છે તે આવીને તેના મન પર કાબુ મેળવે છે. એક વખત આ પ્રાણી મહામહને તાબે પડી ગયે એટલે તેનું તદ્દન આવી બન્યું સમજવું. પછી સુંદરલેચને! વિવેકી પ્રાણીઓના દેખતાં આ પ્રાણું (આત્મિક ) ચેષ્ટારહિત થાય છે, બીજા તેને ચલાવે તેવી પરકૃત ચેષ્ટાને આધીન થઈ જાય છે અને પછી અતિ પાપદયને પરિણામે મુત્ર, આંતરડાં, વિષ્ટા, કચરે, ચરબી અને લેહીથી ભરાયેલા અને વમનથી લેપાયેલા નરકમાં તરબોળ સીધે સીધો પડે છે અને ત્યાં મોટા શબ્દ પોકાર કરતે અહીં તહીં ગબડ્યા કરે છે, આર્ત સ્વરે રહ્યા કરે છે તેમ જ વચનથી વર્ણવી ન શકાય તેવાં ભયંકર દુઃખે ત્યાં સહન કરે છે. સુંદર અવયવવાળી બહેન! તપ૩૫ ધનવાળા અને શુદ્ધ દષ્ટિવાળા ઉત્તમ પ્રાણીઓ (મહાત્માઓ) એ પ્રાણુને ઉપર જણાવેલી રીતે ચેષ્ટા કરતો પિતાની - ૧ ચિત્તવૃત્તિ અટવાથી, નદી, બેટ, સિંહાસન વિગેરેના સર્વ વિશેષણે અહીં આ વાક્યમાં આવી ગયાં તે સમજી લેવાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org