________________
૮૩૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ તમે તે મેટા દેવ છો તેથી તમારે એવા અપવિત્ર પદાર્થોને ઉપભેગ કરો એ કઈ પણ રીતે ઉચિત નથી. એ પદાર્થોને પ્રાપ્ત કરવામાં પ્રથમ તો મોટું દુઃખ થાય છે, એ પિતે મહા દુઃખ રૂપ જ છે અને ભવિષ્યમાં થનારાં અનેક દુઃખનું કારણ છે, તેથી સમજુ પ્રાણુએ એ પદાર્થોને એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. જે પદાર્થો બાહ્ય પરમાણુથી બનેલા હોય છે, જે તદ્દન તુચ્છ હોય છે અને જેમાં આત્મિકભાવ જરા પણ હોતો નથી તેવા પદાર્થો ઉપર પોતાના આત્મસ્વરૂપને સમજનાર ક્યો ડાહ્યો માણસ રાગ કરે? એવા તુચ્છ પદાર્થો આત્મધનવાળા વિશિષ્ટ પ્રાણીઓના રાગને પાત્ર પણ ગણાય ખરા? માટે ભાઈ ! મારા કહેવાથી એ ભોગના પદાર્થો ઉપર કે બીજા કેઈ પણ પ્રમાદના વિષયમાં તમારે હવે પડવું યોગ્ય નથી. ગુરૂમહારાજ પ્રાણુને આવા ન્યાયથી અને દલીલથી ભરપૂર
શબ્દોમાં જ્યારે ઉપદેશ આપી તેને વિષય ભોગને અવિદ્યા શરી- ઉપભોગ કરતા અટકાવે છે ત્યારે પ્રમાદભજન રની યોજના કરવામાં અત્યંત લેલુપ થયેલો આ પ્રાણુ વિચાર
કરે છે કે ખરેખર ! આ ધર્માચાર્ય તદ્દન મૂર્ખ લાગે છે, એ વસ્તુતત્ત્વને કાંઈ જાણતા હોય તેમ લાગતું જ નથી, કારણ કે તદ્દન મૂર્ખ માણસ હોય તે જ આવા અત્યંત આનંદ આપનાર પદાર્થોની નિંદા કરે. આ દુનિયામાં મઘનું પાન કરવું, સુંદર સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરવા, માંસભક્ષણ કરવું, ગાંધર્વગીતનું શ્રવણ કરવું, સુંદર ભજનનો સ્વાદ લે, ગળામાં સુગંધી પુષ્પની માળાઓ પહેરવી, મોઢામાં તાંબૂળ ચાવવું, સુંદર કપડાં પહેરવાં, સારાં સારાં આસપર આનંદથી બેસવું, ઘરેણુથી શરીર શોભાવવું, ત્રણે ભુવનમાં અમૃત સમાન ઉજજ્વળ પિતાની કીર્તિનો ફેલાવો કરવો, સુંદર રસ્તોને માટે સંગ્રહ કરવો, ચતુરંગ મહા સૈન્યના સ્વામી થવું, અનેક સામન્ત રાજાઓના સ્વામીત્વયુક્ત મોટા રાજ્યને પ્રાપ્ત કરવું, એ અને એવી બીજી જે જે સ્થૂળ સંપત્તિઓની ઈચ્છા થાય તે સર્વને પ્રાપ્ત કરવાની બાબતને પણ જે દુઃખ કહેવામાં આવે તો પછી આ દુનિયામાં સુખનું કારણ બીજું શું છે? કેટલાક બાપડાઓ ખોટા સિદ્ધાન્તોથી ફસાઇ ગયેલા, પોતાની શુક પંડિતાઇના અભિમાનમાં પડી ગયેલા
૧ આત્મિકભાવ અને પુદ્ગળભાવને સ્પષ્ટ વિરે જ હોય છે. સ્વરમાં સ્વ એ આત્મા અને પરભાવમાં મોટે ભાગે પુદગળભાવને જ સમાવેશ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org