________________
પ્રકરણ ૧૧ ] વેÜહલ કથા અટથી આદિનો યાજના.
૮૩૦
છે, તે તેા તારા ધ્યાનમાં ખરાખર આવી જાય તેવી હકીકત છે. હવે એ પદાર્થોના પ્રાણીમાત્ર ઉપભોગ કરે છે એટલે દરેક પ્રાણી એ પુદ્ગળ પરમાણુઓને ઉપભોગ કરે છે એમ થયું. પૂર્વે અનંતા ભવ થયા તેમાં પ્રાણીએ એ દરેક પરમાણુને ઘણી વાર ગ્રહણ કર્યા છે અને ભોગવીને મૂકી દીધા છે એમ તું થઇ ગયેલા પછવાડેના અનંતા ભવાની નજરે જોઇશ તેા તુરત તારા ધ્યાનમાં આવી જશે. આથી ભાગવીને વમન કરી નાખેલા એ સર્વ શબ્દ રૂપ સગંધ સ્પર્શવાળા પદાર્થો છે એમ હું પવિત્ર મહેન ! તને જણાશે અને આ સંસારમાં પ્રાણીના મનને પ્રેમ પમાડી રોકી રાખનાર અને ખેંચાણ કરનાર જે કોઇ પણ બાબત-વસ્તુ કે પદાર્થ હોય તે તે સર્વ પુદ્ગળમય જ છે; એટલે આ પ્રાણીને સંસારમાં રોકનાર કે ખેંચી લાવનાર તેા પુગળ પરમાણુના બનેલા પદાર્થોં જ છે અને એ સર્વને તે એણે અનેક વાર ભાગવીને ફેંકી દીધેલા છે છતાં આ પાપી પ્રાણી એ જ પરમાણુના અનેલા પદાથોપર પેાતાનું મન વારંવાર લગાડીને કાદવમાં રગદાળાય છે, ભાગવીને ફેંકી દીધેલા પરમારૃઓને ફરીવાર હોંસથી ભોગવે છે અને તેના તેવા અત્યંત બેશરમ વર્તન તરફ વિમળાત્માએ (શુદ્ધ-મેલવગરના-આત્માર્થી પ્રાણીએ) જોયા કરે છે, છતાં તે શરમાતા નથી. મહાત્મા ધર્માચાર્યો જેએનું મન અન્ય પ્રાણીઓ ઉપર કૃપા કરવામાં ઘણું જ લાગી રહેલું હોય છે તેઓ ભાગરૂપ કચરામાં લંપટ થઇને પડેલા આ પ્રાણીને પ્રયત્નપૂર્વક વારંવાર વારે છે અને તેમ કરતાં તેને જણાવે છે
અરે ભાઇ ! તમે પોતે તે અનંત જ્ઞાન અનંત દર્શનરૂપ છે, તમારામાં ન કળી શકાય તેવી અદ્ભુત શક્તિ છે અને તમારો અંદરના (આત્મિક) આનંદ અવણ્ય છે અને એ સર્વમય તમે પાતે છે. ખરેખર, તમે દેવ જેવા છે, દેવરૂપ ા, પાતે જ સાક્ષાત્ દેવ છે ! તમારે આવા ભાગ ભાગવવામાં પડી જઇ તમારી જાતનું ( આત્મિક ) ગૌરવ ઘટાડવું એ તમારી જેવાને શાભતું નથી. તમને એક બીજી વાત કહીએ. આ ભાગો-ભાગના પદાથા એક અથવા બીજા આકારમાં તમારી પાસે ફરી ફરીને આવ્યા જ કરે છે, એક વખતે ભે ગવેલ પદાર્થ પાછો પાતે જ બીજું રૂપ ધારણ કરીને તમારી પાસે આવે છે અને એવા પદાર્થોપર મનને આંધી દેવું એ તે તમારા જેવાને માટે ઘણું હલકું કામ છે. જે વસ્તુતત્ત્વ બરાબર સમજેલા હોય છે તેવા તત્ત્વજ્ઞ મહાત્માએ એ પદાર્થોને અપવિત્ર ઉલટી ( વામીટ )ની સાથે તદ્ન વાસ્તવિક રીતે સરખાવે છે અને
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org