________________
૮૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રસ્તાવ ૪
પ્રકર્ષ“મામા! મારા સમજવામાં પ્રમત્તતા નદી વિગેરે સર્વ આવી ગયાં. હું એનાં નામ પણ બરાબર સમજ્યો છું અને એના ગુણે પણ મારા લક્ષ્યમાં આવી ગયા છે; હવે આપ મને એ મેહરાજાના આખા પરિવારને પરિચય કરાવે, એ સર્વને બરાબર ઓળખાવે. આ રાજસિંહાસન પર સુંદર સ્ત્રી આવીને બેઠેલી છે જે શરીરે કાંઈક વધારે સ્થૂળ દેખાય છે તેનું નામ શું છે અને તેના ગુણે ક્યા કયા છે–તે સર્વ મને સમજાવે.
દેવી મહામૂઢતા. વિમર્શ—એ તે અનેક ગુણની ખાણ જેવી સુપ્રસિદ્ધ મહારાજા મહામહની સૌભાગ્યવતી ભાર્યા મહામૂઢતા નામની છે. જેમ ચંદ્રથી ચંદ્રિકા જુદી નથી, જેમ સૂર્યથી તેની પ્રભા જૂદી નથી, તેમ એ રાજપની પોતાના પતિ મહામહથી શરીરના અભેદે જ રહે છે એટલે બન્નેનું શરીર એક જ છે. આ પ્રમાણે હેવાથી એ મહારાજાના જે જે ગુણે અગાઉ વર્ણવ્યા હતા તે સર્વ આ તેમની ભાર્યા મહામૂઢતામાં છે એમ તારે સમજી લેવું.””
મિથ્યાદર્શન સેનાપતિ. પ્રકર્ષ–વારૂ, મામા! એ વાત સમજે. હવે જુઓ. એ મહામેહ રાજાની બાજુમાં તેમની નજીક બેઠેલ પેલે કાળા રંગને અને ભયંકર આકૃતિવાળે રાજપુરૂષ જણાય છે જે આખા રાજને તથા રાજસભાના સભાસદોને વાંકી નજરે જોઈ રહ્યો છે તે કો રાજા છે?
વિમર્શ—“આ આખા રાજ્યને નાયક મહામહ મહારાજાને એ મિથ્યાદર્શન નામને વડે પ્રધાન અથવા સેનાપતિ છે. એ મહારાજા જે મોટા રાજ્ય ઉપર પોતાનું રાજ ચલાવે છે તેને સામો કારભાર એ વડા પ્રધાન ચલાવે છે. અહીં જે બીજા ઘણું રાજાએ છે તેમને સર્વને પણ એ ઘણું બળ આપનાર છે. હવે એ અહીં ર રહો, બાહ્ય પ્રદેશમાં રહેલા પ્રાણુઓને શું શું કરી શકે છે તેની ટુંકામાં વાત કરી દઉં તે બરાબર તું લક્ષ્યમાં લઈ લે. એ આ અંતરંગ પ્રદેશમાં રહીને પોતાની શક્તિથી બાહ્ય પ્રદેશના પ્રાણીઓને જે દેવ ન હોય તેવામાં દેવપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માની
૧ મિથ્યાદર્શન માટે કર્તાએ મહત્તમ” શબ્દ વાપર્યો છે, તેને અર્થ વડે પ્રધાન પણ થઈ શકે. એ સેનાપતિનું તેમજ વડા પ્રધાનનું કામ કરે છે. બન્ને અર્થ બંધબેસતા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org