________________
૮૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતાવ જ એનામાં રાગદ્વેષ એટલા વધારે વધારે કપ પામતાં જણાશે કે તેની મૂઢતાને લઈને તેના ચિત્ત પર એક જાતને તાવ આવ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ આવશે. હકીકત એવી બને છે કે વસ્તુ સ્વરૂપ બરાબર ન સમજતો હોવાથી પ્રાણી બરાબર સમજી શકતા નથી કે એના રાગદ્વેષના વધવાથી જ એનો વર વધતો જાય છે અને તેથી તે
જ્યારે સુખની ઇચ્છા કરતો હોય છે ત્યારે તેને મેળવવાના પ્રયતમાં જ તે પોતાને અહિત થાય-પરિણમે દુઃખ થાય એ રસ્તે ઉતરી જાય છે. સુખ મેળવવા તે જે માર્ગો લે છે (અને જેને પરિણામે તેને કર્મબંધનથી દુઃખ થાય છે) તેના થડા દાખલા જુઓઃ તે દારૂ પીએ છે, તેને નિદ્રા ઘણી વહાલી લાગે છે, અનેક પ્રકારની કલ્પનાઓ યુકત "વિકથા તેને બહુ સુંદર લાગે છે, એને ક્રોધ ઘણે ઈષ્ટ થઈ પડે છે, માન એને પ્રિય થઈ પડે છે, માયા એને હૃદયવલ્લભા જેવી થઈ પડે છે અને લેભ તે એને પિતાના પ્રાણ જે લાગે છે, રાગદ્વેષ તે જાણે એનું ખૂદ મન જ હોય નહિ તેવા થઈ જાય છે, સ્પર્શ (સુંદર સ્ત્રી કે સુંવાળા પદાર્થ સાથે) તેને વહાલો લાગે છે, અનુકૂળ રસમાં તેને રસ આવે છે, સુગંધ તરફ તે લલચાઈ જાય છે, સુરૂપ તરફ તેની આંખે દેડી જાય છે અને મધુર અવાજ સાંભળી કાન ઊભા થઈ જાય છે, એને સારાં સારાં વિલેપને (ointments) શરીરે લગાડવાં બહુ જ ગમે છે, પાનસેપારી વિગેરે ખાવાં તરફ મન લલચાયા કરે છે, શરીરપર સારાં ઘરેણુઓ પહેરવાની હોંસ થયા કરે છે, સારું ભજન કરવાની ઈચ્છા થયા કરે છે, ગળામાં ફૂલની માળા પહેરવાની હોંસ થાય છે, સારી સ્ત્રીઓ સાથે વિલાસ કરવાને ભાવ ઉઠ્યા કરે છે, સારાં કપડાં પહેરીને લટાર મારવા મન થયા કરે છે, એને સારાં સારાં આસને (સિંહાસન વિગેરે), વાહન (રથ વિગેરે), સુવાની પથારીઓ, દ્રવ્યને સંચય, બેટી કીર્તિ અને એવી એવી સ્થળ બાબતે બહુ જ પ્રિય લાગે છે. એની ચિત્તવૃત્તિ રૂપ અટવીમાં આવી રીતનું કામ કરતી પ્રમત્તતા નામની નદી અતિ વેગથી નિરંતર, વહન કર્યા કરે છે.
૧ વિકથાઃ રાજ્યસંબંધી કથા, દેશસંબંધી કથા, સ્ત્રીસંબંધી વાત, ભજનકથા-આ ચારને વિકથા કહેવામાં આવે છે.
૨ પ્રમત્તતા નદીના સંબંધમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય જણાય છે. પૌગલિક સર્વ ભાવોમાં રમણ કરવું તે પ્રમાદ છે. પ્રમાદ એટલે આળસ એ અર્થ નથી, પણ પ્રમાદ એટલે આત્મિક બાબતમાં પરાહમુખપણું. આ અર્થ વારંવાર ધ્યાનમાં રાખવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org