________________
૮૩૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ નગરથી નીકળીને પ્રાણી (દશીલ્પ) બગીચામાં આવી પહોંચે છે અને ત્યાં આવ્યા પછી જે મહાન આસનપર કુમાર બેઠે તે મિક્સ અભિનિવેશ નામનું આસન સમજવું. ત્યાર પછી તેની આસપાસ રહેલા તેના પરિવારે પ્રમાદનાં ઉપર જે દષ્ટાન્ત આપવામાં આવ્યાં હતાં તેવાં અનેક પ્રકારનાં ભજનો જે ઉપર ઉપરથી મનને હરણ કરે તેવાં હોય છે તે પીરસી દીધાં અને ભાઇસાહેબે તેનો પ્રથમ પણ સ્વાદ લીધેલ હોવાથી અત્યારે પણ અતિ લાલુપતાથી તેને તે બહુ સુંદર માને છે. આ પ્રમાણે હકીકત થઈ તે પ્રમત્તતા નદીની વચ્ચે આવેલા તદ્વિલસિત બેટની સાથે સરખાવાની છે. આ તદ્વિલસિત બેટ સર્વ હકીકતનું કારણ છે. ત્યાર પછી ભદ્ર! પેલા વેલહલ કુમારે વળી પાછું થોડું ભજન
ખાધું તેથી તેમજ જંગલનો પવન લાગવાથી તાવ ચિત્તવિક્ષેપ- થોડે હતું તે એકદમ વધી ગયો. કુમારને એવી મંડ૫ની યોજના. રીતે તાવ વધતા જતા હતા તે તેની પાસે રહેલા
સમયણ નામના વૈપુત્રે તેના લક્ષણપરથી જોઈ લીધું, અને રાજકુમારને વધારે ભજન કરતાં અટકાવવા માંડ્યો, પરંતુ કુમારનું મન ભજન તરફ એટલું બધું આકર્ષાયેલું હતું કે તે તે વૈદ્યપુત્રની વાત પણ સાંભળતા નહેતા-આ પ્રમાણે વાર્તા કહેવામાં આવી હતી તેની યોજના હવે તું બરાબર સમજ: આ પ્રાણીને પણ કર્મના અજીર્ણને લીધે મનનો તાપ આવેલ હોય છે તેમાં (મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂ૫) પ્રમાદમાં પડવાથી તેમ જ અજ્ઞાનરૂપ વાયુના સ્પર્શથી એકદમ વધારે થઈ જાય છે તાપ વધી જાય છે. પ્રાણને કર્મવાર આવી રીતે વધતો હોય છે તે હકીક્ત સમય (શાસ્ત્ર)ના જાણનાર મહા વૈદ્ય જેવા મેટા બુદ્ધિશાળી ધર્માચાર્યો બરાબર જુએ છે અને પ્રાણીને વિશેષ પ્રમાદમાં પડતા અટકાવે છે, તેને વસ્તુસ્વરૂપ સમજાવે છે અને તેમ કરતાં સ્પષ્ટ રીતે કહે છે કે-“ભદ્ર! આ અનાદિ સંસારરૂપ બેટી ભયાનક
૧ અભિનિવેશ: ખરી બાબતને ઉલટા નિર્ણય. ખોટી વાતને સત્ય માનવારૂપ ખરાબ નુકસાનકારક નિર્ણય. એ મિથ્યાત્વ ભાવ છે.
૨ આ સ્થાન કોઈ પણ બાબતમાં ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. પ્રમત્તતા નદીમાં તદ્વિલસિત બેટ છે તે મોહ વિગેરેનું ક્રીડા સ્થાન છે.
૩ અહીં પૂછ ૮૦૦-૮ માંથી ચિત્તવિક્ષેપ મંડપની હકીકત પ્રથમ વાંચી લેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org