________________
ઉપસ્થિત ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
ચિત્તજ્વર રહેવાથી તેનું મન સદા વિદ્ઘળ રહ્યા કરતું હોય છે તેમ જ વૃદ્ધાવસ્થાના કારણે શરીરમાંથી લાહી માંસ સૂકાઇ જવાથી શરીરમાં ક્ષીણતા હોય છે અને વળી પાછા એ શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા હાય છે તેને લઇને કોઇ પણ પ્રકારના ભાગે ભાગવી શકે તેવી સ્થિતિમાં તે હાતા નથી, છતાં પણ એને વધારે વધારે ભાગે ભાગવવાની અને એનાં સાધના યોજવાની ઇચ્છા થયા કરે છે, પરંતુ તેના ત્યાગ માટે સહેજ વિચાર પણ તેને આવતા નથી. આવી અવસ્થામાં વર્તતા હાય છે ત્યારે પણ એને પ્રમાદ ભાજન ઉપર એટલી બધી લાલુપતા હાય છે કે તે ઉપર ગણાવ્યાં તે સર્વ પ્રમાદભોજનાનું સેવન કર્યો જાય છે અને તેમ કરતાં કોઇ વિવેકી પ્રાણી તેને અટકાવે તેા તેનું કહેવું એ ભાઇ જરા પણ સાંભળતા નથી. એને તો સા પ્રાપ્ત થાય એટલે હજાર મેળવવાની ઇચ્છા થાય છે, હજાર મળે એટલે લાખ એકઠા કરવાની રૂચિ થાય છે, લાખ એકઠા થયે કરોડ ભેગા કરવાની મુદ્ધિ થાય છે, કરોડ ભેગા થયે રાજ્યની વાંછા થાય છે, રાજ્ય મળે એટલે દેવ થવાની ઇચ્છા થાય છે, દેવપણું મળે એટલે શક્ર (ઇંદ્ર)પણું મેળવવા હોંસ થાય છે અને શકપણું મળી જાય તે
૮૩૪
૧ ભર્તૃહરિ કહે છે કે
Jain Education International
कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलः । क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्दितगलः ॥ તૃળ: જૂથો, કૃમિરાતાષિતનુ: | शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः ॥
શરીરે તદ્દન ખરખર ખેરડી થઇ ગયેા હાય, આંખે કાણા હાય, પગે લુલા હાય, કાને મહેરા હાય, પુંછડી રહિત થઇ ગયેલા હાય, ભુખડી ખારસ જેવા હાય, તદ્ન ઘરડા ખખ થઇ ગયેલેા હાય, ગળામાં ભાંગી તૂટી માટીની હાંસડી પડેલી હાય, શરીરમાં અનેક ચાંદાં પડેલાં હાય, તેમાંથી પરૂં નીકળતું હાય, ચામડી ઉપર સેંકડા છવાતા અને ગીંગાડાએ ચોંટેલા હાય-આવા કૂતરા હાય છતાં પણ તે કૂતરીને શેાધે છે તેની પછવાડે જાય છે, ખરેખર ! કામદેવ તે મરેલાને પણ મારે
છે!!
આ વિચાર ઉપરના અભિપ્રાય સાથે સરખાવવા યોગ્ય છે. ૨ સરખાવે.
જી.
જીરે મારે નિરધનને શત ચાહ, શત ચાહે સહસે લાડીએ જીરેજી; જીરે મારે સહસ લહે લખ લેાભ, લખ લાલે મન કેાટિએ જીરે મારે કોટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું જીરેજી, અરે મારે ચાહે ચક્રી સુરભાગ, સુર ચાહે સુરપતિ સુખ ઘણાં જીરેજી. ચશે।૦ ઉપાધ્યાય-લાભ સ્વાધ્યાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org