________________
પ્રક્રપણુ ૧૧] બ્રહલ કથા-અટવી આદિની યોજના. ૮૩૧ ધન એકઠું થઈ જાય છે તો પછી પોતાની હોંસ પ્રમાણે તે અંતઃપુર વિગેરે વસાવે છે, અંધાવે છે, તૈયાર કરે છે અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયના વિષયો જેમાં તેણે સુખ માન્યું છે તેને કાંઈક સ્વાદ પણ લે છે. અહે મૃગલેચના! આ પ્રાણ પ્રથમ તૈયાર કરેલા શુદ્ધ ભજનમાંથી થતું હું ભક્ષણ કરે છે એમ જે અગાઉ કહેવામાં આવ્યું હતું તેને આ પ્રમાણે હેતુ તારે સમજી લેવું. ત્યાર પછી અનેક પ્રકારના કર્સ
સગૉથી ખોટા સંકલ્પને લઈને જે બાબતમાં આ તહિલસિત છે. પ્રાણી સુખ માની બેઠે છે તેવા અનેક પ્રકારના રની યોજના. વિલાસ, નાચે, સંગીત, હાસ્ય અને ચાળા ચટકામાં
પડી જાય છે અને ખોટા આનંદ રસમાં એ જોડાઈ જાય છે કે ત્યાર પછી તે નીચ વ્યસનીઓની સાથે જુગટાની રમત, દારૂનું પાન, સ્ત્રી સાથે વિષયસંગ અને એવી એવી સ્થળ બાબતોમાં રસ લેવા માંડે છે. આથી તે સન્માર્ગ રૂપ નગરથી દૂર ચાલતું જાય છે અને દૌશલ્ય નામના બગીચામાં આવે છે. મતલબ એ સારા માર્ગથી ભ્રષ્ટ થઈ ખરાબ વર્તન તરફ ઉતરી પડે છે. ઉપર લહલની કથામાં તે કુમારને નગરની બહાર નીકળી ઉધાનમાં જવાની ઇચ્છા થઈ અને ત્યાર પછી આનંદપૂર્વક તે નગરથી નીકળી ઉદ્યાનમાં આવ્યો એમ કહ્યું હતું તેની લેજના અત્ર બરાબર થઈ ગઈ. મતલબ એ સન્માર્ગથી ભ્રષ્ટ થઈ ખરાબ ચારિત્રને અનુસરનારે થાય છે તેની અત્ર યોજના થઈ છે અને તે સર્વનું કારણ આરંભ સમારંભથી મેળવેલ ધનને ઉપભોગ કરવાની તુચ્છ વાસના છે. એવી રીતે ( સન્માર્ગ ) ૨ નિર્લાછનકર્મ બેલ પાડા વિગેરેનાં નાક વીંધવાં, ઘોડા વિગેરેની ખાંસી
કરવી, બળદ ગાઈને આંકવા, ઊંટની પીઠ ગાળવી, ગાયના કાન કંબ
લનો છેદ કરો અને તે દ્વારા આજીવિકા કરવી. ૩ અસતીપોષાક ધનને માટે શુક સારિકા, મેના પોપટ, બીલાડા કૂતરા
પાળવા. (સરકસને આખે વ્યાપાર આમાં આવે ?) ૪ દવદાનઃ વગર કારણે અથવા પુણ્યબુદ્ધિથી વનને દાવાનળ દે, સળગાવી
મૂકવું. (કોઇના ઘરને પિતાના લાભ સારૂ આગ મૂકવી તે?). ૫ સરશોષણઃ તળાવનું પાણી નહેર કરાવી ખેચી લેવું, તળાવને સુકાવી
નાખવું. તેથી અંદરના છો નાશ થાય છે, ઉપર કૌસમાં મૂકી ? આવું ચિહ્ન કર્યું છે તેને સમાવેશ મારા વિચાર મુજબ એ વિભાગમાં થાય, પણ તે બાબતો નવીન કાળની છે તેથી હજી વધારે ચર્ચાને પરિણામે તેમને નિશ્ચિત સ્થાન આપી શકાશે.
૧ નગર બહાર ઉદ્યાનમાં જાય છે એટલે સારે રસ્તેથી ઉતરી જઇ ખરાબ વર્તનમાં પડી જાય છે. રૂ૫ક બહુ સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org