________________
પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની યોજના. ૮૨૯ ત્યાર પછી પેલા રાજકુમાર વેલહલને બહાર બગીચામાં ઉજાણી
કરવાની ઈચ્છા થઈ આવી, ત્યાં જવા સારું ભોજનની ઉદ્યાન ગમ- અનેક પ્રકારની વાનીઓ તૈયાર કરાવી, તેમાંથી ચાન ઉપનય. ખવાને બહાને થોડી થોડી તેણે ખાઈ લીધી, ત્યાર
પછી વિલાસથી તે ઘરની બહાર નીકળે, બગીચામાં આવી પહોંચ્યો, દિવ્ય સિંહાસન ત્યાં લાવવામાં આવ્યું, તેના પર કુમાર બેઠે અને તેની સન્મુખ નાના પ્રકારની વાનીઓ પીરસવામાં આવી–એ સર્વ વાત પ્રથમ કરી હતી તેને ઉપનય આ પ્રમાણે પ્રમાદમાં પડેલા એ પ્રાણીને કમેના અજીર્ણથી મહા આકરે મનને તાવ આવેલે હેવાથી તેના મનમાં વારંવાર અનેક પ્રકારનાં વિચારનાં માં આવ્યાં કરે છે કે અહે! ખૂબ પૈસા એકઠા કરીને સારી રીતે જ ઉડાવું, મારા અંતઃપુરને તે દેવતાના વૈભવસ્થાન જેવું બનાવી દઉ, સુંદર મનને આનંદ આપનાર રાજ્યને સારી રીતે ભેગવું, મોટા મોટા રા
જ્યમહેલ બંધાવું, સારા સારા બગીચાઓ તૈયાર કરાવું, મોટે વૈભવ પ્રાપ્ત કરીને તેમ જ શત્રુઓને ક્ષય કરીને દુનિયામાં સર્વ લેકેની પ્રશંસા પામી, સર્વ મનોરથ સંપૂર્ણ કરી પાંચે ઇંદ્રિના વિષયસંબંધી સુખસાગરમાં મારા મનને તરબોળ કરી નિરંતર આનંદની મસ્તીમાં રહ્યા કરૂં. અરે! આવી રીતે ખાવું, પીવું, ભોગ ભોગવવા ને ઇદ્રિને તૃપ્ત કરવી એ જ મનુષ્યપણું પ્રાપ્ત કરવાનું ફળ છે. આ સિવાય મનુષ્યદેહ પામ્યાનું બીજું કાંઈ જ ફળ નથી–આવી આવી જે ચિત્તવૃત્તિ પ્રાણીને નિરંતર થયા કરે છે તે પેલા વેલહલ કુમારને ઉદ્યાનમાં જવાની ઈચ્છા સાથે સરખાવવા યોગ્ય છે. બહેન ! તારા સમજવામાં હવે કાંઈક હકીકત આવી હશે એમ હું ધારું છું. જે, હવે એવી રીતે વિચાર કરવાને પરિણામે પ્રાણી મહા આરંભ કરે છે અને તેથી દૈવયોગે
૧ અહીં તલિસિત બેટની હકીક્ત પૃષ્ટ ૮૦૬-૭ માંથી પ્રથમ વાંચી લેવી.
૨ અહીં બે. . એ. સંસાયટીવાળા છાપેલ મૂળ ગ્રંથનું પૃ. પર૬ શરૂ થાય છે.
૩ મહા આરંભઃ મોટાં મોટાં પાપનાં કામ કરવાની શરૂઆતઃ મીલ ઉધાડવી. રેલ્વે ગોઠવવી, નહેરે ખેદવી, પાપવ્યાપાર આદરવા વિગેરે જેમાં એકેદ્રિયથી માંડી ચિંદ્રિયપર્યત અનેક જીવોને નાશ થાય છે તેને “મહા આરંભ કહેવાય છે.
આ મહા આરંભમાં ખાસ કરીને પંદર કમદાનેને સમાવેશ થાય છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રણત શ્રીગશાસ્ત્ર (તૃતીય પ્રકાશ) અનુસારે તેનું જાણવાલાયક સ્વરૂપ અત્રે પ્રસ્તુત છે. સ્વજન કુટુંબની આજીવિકા એવા ધંધા ઉપર જ હોય તા અને માટે દી વાત રહે, પણ ધનસંચય કરવા-તીજોરી ભરવા માટે એમાંના કોઈ પણ ધંધા કરવા શ્રાવકને માટે ઉચિત નથી. (નેટ ચાલુ પૃ. ૮૩૦ માં)
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org