________________
૮૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
શરીરમાં વાયુનું ઘણું જોર થઇ ગયું છે અને તેને લઇને મને ઘણી આકરી ભુખ લાગી છે ત્યારે એ ભાઇશ્રી મને ભાજન કરતા અટકા વવા માગે છે અને આવું . દેવતાઓને પણ દુર્લભ ભાજન છે તેને પણ એ દોષયુક્ત ડરાવે છે. ધન્ય છે એની અક્કલને ! અરે એવા અક્કલ વગરના માણસા ગમે તેવું બેલે તેની મારે શા માટે દરકાર કરવી જોઇએ? હું તેા આ ભેાજન જરૂર કરી લઉં. મારે તે ગમે તેમ કરીને મારા સ્વાર્થ સાધવાના છે. મારે બીજી ચિંતા કરવાનું કામ જ શું છે?
એવા વિચાર કરીને સમયજ્ઞ વૈદ્યપુત્ર અને અન્ય મિત્રપરિવાર વારતા રહ્યો છતાં કુમાર વેલહલે તે ભેાજન આરોગવા માંડ્યું. આવા તેના કર્મને પરિણામે તેના શરીરમાં સર્વ દોષો એકદમ વધી ગયા અને ભોજન લીધા પછી થોડા વખતમાં તેને મહા આકરો સન્નિપાત થઇ આવ્યા. તે જ જમીન જે અગાઉ વમન (ઉલટી)ને લઇને ખરડાયલી હતી તેની ઉપર ચેષ્ટા વગરના થઇને કુમાર ઢળી પડ્યો અને અત્યંત અધમ વમનના કાદવમાં આળેાટવા લાગ્યા અને માટે સ્વરે રઘુર અવાજ કરતા રહ્યો. તેનું ગળું કફથી તદ્ન ભરપૂર થઇ ગયું. લોકો સર્વ જોતાં રહ્યાં અને તે અત્યંત ઉર્દૂગ ઉત્પન્ન કરે તેવી તેમજ ઉપાય ન થઇ શકે તેવી ઘણી ખરાબ અવસ્થાને પામ્યા. એ અવસ્થા એટલી ખરાબ હતી કે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય જેવું છે. એવી અવસ્થામાંથી હવે તેને સમયજ્ઞ બચાવી શકે તેમ નથી, સગાવહાલાં કે નાકરચાકરો તેનું રક્ષણ કરી શકે તેમ નથી, રાજ્ય તે અવસ્થામાંથી તેના ઉલ્હાર કરી શકે તેમ નથી, તેમ જ દેવા કે દાનવા તે અવસ્થામાંથી બહાર નીકળવામાં તેને સહાય કરી શકે તેમ નથી. અત્યંત અપવિત્ર કાદવમાં એ જ અવસ્થામાં એ પ્રાણી પેાતાનાં કર્મનાં ફળ ભાગવતે અનંત કાળ સુધી લેાટ્યા કરશે.
*
*
'ભદ્ર અગૃહીતસંકેતા ! તને સર્વ વસ્તુઓના ભેદ સ્પષ્ટ રીતે સમજાવવા સારૂં આ વેાહુલની વાર્તા તારી પાસે કરી છે તે તારા સમજવામાં આવી
૧ કથા પૃ. ૮૨૦ થી શરૂ થઇ. ચિત્તવૃત્તિ અઠવી વિગેરેની યાજના સમાવવા આ વાર્તા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org