________________
પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની યોજના.
૮૨૩ જેથી એ ખાલી પડી રહે નહિ ને તેમાં વાયુ ભરાય નહિ. હવે તે વખતે બીજું ભેજન તૈયાર ન હોવાથી પોતાની સામે પડેલું વમનથી મિશ્ર થયેલું ભોજન કુમારે આગવા માંડ્યું અને તેમ કરવામાં તેને જરા પણ શરમ આવી નહિ..
આવો નિર્લજજ અને એકાંત હાનિકારક બનાવ જોઈને સમયજ્ઞ વૈદ્યપુત્રે પોકાર કરીને કહ્યું “દેવ દેવ! તમારે આવું કાગડા જેવું વર્તન કરવું યોગ્ય નથી. પ્રભુ ! આ તમારું આવડું મોટું રાજ્ય, તમારું સારૂં શરીર અને ચંદ્ર જે નિર્મળ તમારે યશ એક દિવસના ભોજન વાસ્તુ નકામે હારી જાઓ છે; આ તમે બહુ ખોટું કરવા બેઠા છે. વળી મારા પ્રભુ! આ ભેજન તમારી પાસે પડેલ છે તે તદ્દન અપવિત્ર છે, ઘણું દોષથી ભરપૂર છે, માટે ઉદ્વેગ કરાવે તેવું છે અને ડાહ્યા માણસની નિંદાને પાત્ર છે કારણ કે એમાં ઉલટી (મીટ) ભરેલ છે, તે તે તે તમારે ખાવું-આરોગવું કઈ પણ રીતે ઉચિત નથી. દેવ! આ ભજન અનેક દુઃખોથી ભરપૂર છે અને ખાસ કરીને તમારી જેવા માણસો જેમને શરીરમાં અનેક પ્રકારના દો ઉત્પન્ન થઈ ગયેલાં હોય તેમને તે સર્વ વ્યાધિઓને વધારે કપાયમાન કરે, જાગૃત કરે અને વધારી મૂકે તેવું છે. અરે ! એવાં બાહ્ય પુગલમય તુચ્છ ભેજન ઉ૫૨ તમારા જેવાને આસક્તિ હોય જ કેમ ? એ તે કદિ ઘટે પણ ખરી! માટે મારા પ્રભુ! એને છોડી દઇને તમારી જાતની (તમારા આત્માની) યત્નપૂર્વક રક્ષા કરે.”
સમય વૈદ્યપુત્રે આવી રીતે આજીજીપૂર્વક રાજપુત્રને ભજન કરતાં વાર્યો તે પણ પોતાનાં મનમાં મનમાની ઘડ વાળતાં રાજપુત્ર વિચાર કર્યો કે–ખરેખર ! આ સમયજ્ઞ તો કોઈ મોટો મૂખ જણાય છે! એ બાપડ મારી પ્રકૃતિને સમજતો નથી, મારી અવસ્થા જાણી શકતા નથી અને મને કઈ બાબતથી હિત થશે અને કઈ બાબતથી અહિત થશે તેનો નિર્ણય કરી શકતો નથી, છતાં પોતાનું ડહાપણું બતાવવા માટે મને શિખામણ આપવા નીકળી પડ્યો છે. અત્યારે મારા
૧ સમયજ્ઞના સર્વ શબ્દો માર્મિક છે તે વિચારવાથી અને તેની યોજના હવે પછી કરી છે તે વાંચવાથી સ્પષ્ટ થશે.
૨ કાગડાની ચપળતા ધણી હોય છે, વળી કાગડો સારા પદાર્થ છોડીને વિષ્ટા પર બેસે છે એ પણ કાકચેષ્ટા કહેવાય છે; અથવા કાગડો ગમે તેવા સારા કે ખરાબ પદાર્થમાં ચાંચ નાખે છે તેને કાકચેષ્ટા કહેવામાં આવે છે.
૩ નિપુણ્યકને પ્રથમ પ્રસ્તાવમાં પોતાના ભોજનને અંગે જે વિચારો થતા હતા તે જરા અહીં સરખાવવા જેવા છે. જુઓ પૃ. ૩૩-૩૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org