________________
૮૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
विषं गोष्ठी दरिद्रस्य जन्तोः पापरतिर्विषम् । विषं परे रता भार्या विषं व्याधिरूपेक्षितः ॥
દરિદ્રની સાથે ગાછી કરવી એ પ્રાણીને ઝેર સમાન છે, પ્રાણીમાં પાપ કરવા તરફ પ્રેમભાવ હેાય તે ઝેર જેવા છે, પેાતાની શ્રી પારકા પુરૂષ ઉપર આસક્ત હાય તે ઝેર જેવી અને થયેલ વ્યાધિની બેદરકારી કર્યા કરવી તે ઝેર જેવું છે. માટે ભટ્ટારક ! તમે આ તમારા કાનના વ્યાધિને કેમ મારી મૂકેા છે (વિસારી મૂકો છે)? તમારે એની તુરતમાં દવા કરવી જોઇએ. આપે આવા જન્મથી થયેલા વ્યાધિને ઉવેખી મૂકવા સારા નથી.' પેાતાના વિદ્યાર્થીની આવી વાત સાંભળીને એ ભૌતાચાર્યને પણ આગ્રહ થયા કે ગમે તેમ કરીને વ્યાધિને મટાડવા તેા ખરા !
[ પ્રસ્તાવ જ
હવે આચાર્યની પાસે એક શાંતિશિવ નામના શિષ્ય હતા તેને ખેલાવીને આચાર્યે કહ્યું અરે શાંતિશિવ! તું વૈધને ઘરે જઇને મારા મહેરાપણાનું ઔષધ લઇ આવ, વૈદ્યને સર્વ હકીકત જણાવીને તે જે દવા બતાવે તે લઇને જલદી પાછે આવ. હવે આ આમતમાં વધારે વખત કાઢીને મારે માધિને વધવા દેવા નથી.' આચાર્યના હુકમ પ્રમાણે શાંતિશિવ વૈદ્યને ઘેર ગયા.
વૈદ્યને ઘેર પહોંચતા દૂરથી શાંતિશિવે વૈદ્યને જોયા. હવે તે વખતે એમ બન્યું કે વૈધના છોકરો ઘણા વખત રખડી રખડીને તેજ વખતે આવ્યો. વૈદ્યરાજ છેકરાઉપર ઘણા જ ગુસ્સે થઇ ગયા અને હાથમાં એક સખ્ત વાળની બનાવેલી દોરડી લીધી અને તેના વડે માટેથી રાડો પાડતાં તેમણે પોતાના છેકરાને થાંભલા સાથે માંધ્યા. કરો રાડો પાડતા હતા એટલે તે વળી વધરાજે હાથમાં એક લાકડી લીધી અને તેનાથી ાકરાને મારવા માંડ્યો. એવી રીતે અત્યંત ઘાતકીપણે છેકરા ઉપર લાકડીના વરસાદ વરસતા જોઇ શાંતિશિ. જે પેાતાના ગુરૂ સારૂં દવા લેવા આવ્યા હતા તેને લાગણી થઇ એવવાથી તેણે વૈદ્યને પૂછ્યું ‘અરે! વૈદ્યરાજ! તમે આ એકરાને આટલા બધા કેમ ફૅટકાવવા માંડ્યો છે ?
'
વૈધે ઉત્તરમાં કહ્યું ‘અરે એ પાપી ખીલકુલ સાંભળતા જ નથી.’
Jain Education International
૧ દરિદ્રઃ લક્ષ્મી અને ગુણ મન્નેથી રહિતને દરિદ્રી ગણ્યા છે. અતિ આળસુને પણ દિરદ્રી કહેવામાં આવે છે. અહીં ગુણરહિતપણાની મુખ્યતા જણાય છે. ૨ વાળની દેરડી શણની દેરડીથી વધારે સખ્ત હેાય છે અને બહુ વાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org