________________
કરણ ૧૦] પ્રકને જાગ્રુતિ-મૌતાચાર્ય કથા. ૮૧૫
આટલી વાત ચાલે છે ત્યાં તે હાહારવ કરતી વૈદ્યની સ્ત્રી ત્યાં આવી પહોંચી અને વૈદ્યને છોકરાને માર મારતાં અટકાવવા સારૂં તેના હાથે વળગી પડી. ત્યારે વળી વૈદ્યરાજ મોટેથી રાડ પાડીને કહેવા લાગ્યા “તું આઘી જા ! હું આટઆટલું કરું છું તો પણ આ (છોકરો) સાંભળતો નથી તેથી મારે એ દુરાત્માને બરાબર ભાર જ જોઈએ. માટે તું આઘી ખસ! નહિ તે તારા પણ એવા જ હાલ થશે.”
વૈધે એટલું કહેવા છતાં પણ જ્યારે તે પાછી ન હઠી ત્યારે તેને પણ ફટકાવી.
આ સર્વ બનાવ જોઈએ શાંતિશિવે વિચાર કર્યો કે–અહો ! આપણું આચાર્ય માટે એસડ લેવું છે તે તે બરાબર જણાઈ ગયું, માટે હવે આ વૈદ્યને મહેઢે તે સંબંધમાં પૂછવાનું પણ શું કામ છે?” (ન સાંભળે તેને ફટકાવવા એ સાંભળતાં કરવાનો ઉપાય છે એમ શાંતિશિવે વગર પૂછયે પિતાના મનમાં નિર્ણય કરી લીધું.)
ત્યાર પછી ત્યાંથી નીકળીને શાંતિશિવ શિવભક્ત શેઠીઆને ઘેર ગયે અને તેની પાસે દેરડાની માગણી કરી. શેઠીઆએ તેને એક શણુનું દોરડું આપ્યું; પણ શાંતિશિવે જણાવ્યું કે તેને તો વાળની બનાવેલી સખ્ત દેરડીને ખપ હતો. આ પ્રમાણે કહીને શણુની દોરડી પાછી આપી.
શિવભક્ત તેને વાળની સખ્ત દોરડી આપીને પૂછયું “અરે ભાઈ ! આ દોરડીનું શું કામ છે?”
શાંતિશિવે જવાબમાં કહ્યું “આ દેરડીથી આપણું માનવંતા આચાર્યશ્રીનું ઓસડ કરવાનું છે.'
આ પ્રમાણે કહીને દોરડી લઈને શાંતિશિવ પિતાના (આચાર્યના) મઠ તરફ ગયે. - મઠમાં આવીને ગુરૂ મહારાજને (આચાર્યને જોતાં જ પ્રથમ તે શાંતિશિવે પોતાના પર ગુસ્સાના આવેશમાં આવવાથી ચઢે તેવાં સખ્ત ભવાં ચઢાવ્યાં અને મુખ ભયંકર બનાવી દીધું; ત્યાર પછી આચાર્ય મહારાજ તે ખૂબ મોટેથી બુમ મારતાં રહ્યા અને તેમને મઠની વચ્ચે આવી રહેલા એક થાંભલા સાથે પેલી દેરડી વડે મજબૂત બાંધ્યા. ત્યાર પછી શાંતિશિવે એક મોટી લાકડી લીધી અને ગુરૂ મહારાજને ખૂબ જોરથી લાકડીના પ્રહાર એક પછી એક દેવા માંડયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org