________________
૮૨૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
વેલહુલ કથા.
એક ભુવનેાદર નામનું નગર હતું. સ્વાભાવિક રીતે તેની રચના એવા પ્રકારની હતી કે આ દુનિયામાં અને તેવા બનાવે તે નગરમાં બનતા હતા. તે નગરમાં અનાદિ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજામાં એવી શક્તિ હતી કે સમર્થ બ્રહ્મા, વિષ્ણુ કે શંકરને પણ તે દરેક બાબતમાં હડાવી શકતેા હતેા, તેમનું નિવારણ કરી શકતા હતા અને તેમના પર પણ પેાતાની પ્રભુતા ચલાવી શકતા હતા. એ રાજાને સંસ્થિતિ નામની રાણી હતી. તે નીતિમાર્ગમાં ઘણી કાખેલ હતી અને કોઇ ખાટી સાચી યુક્તિએ કરીને કાંઇ મિથ્યા (અસત્ય) વચન બેલે તેના એકદમ નાશ કરવામાં ઘણી કુશળતા ધરાવનારી હતી.
[ પ્રસ્તાવ જ
ખાવાના
એ અનાદિ રાજા અને સંસ્થિતિ રાણીને એક ઘણા હૃદયવલ્લભ વેલહુલ નામને છેાકરેા હતા. એ છેકરાને ખાવા પીવાને એવા અભખરો લાગ્યા હતા કે રાત દિવસ જૂદા જૂદા પ્રકારના અને પીવાના પદાર્થો મ્હામાં નાખ્યા કરે, પણ કદિ ખાવા પીવાની બાબતમાં તેને તૃપ્તિ થાય જ નહિ. ઘણું ખાવા પીવાથી એ છેકરાને સખ્ત અજીણું થયું, પેટના દેષા વધી પડ્યા અને જીર્ણજવર પણ લાગુ પડી ગયા. વારંવાર ઓડકાર આવ્યા કરે, પેટમાં ગડબડાટ થાય, અને ઉલટી થયા કરે. આવી રીતે અત્યંત દુ:ખી થયેા તે પણ સારા સારા નવા નવા પદાર્થો ખાવાની તે છેકરાની ઇચ્છા જરા પણ ઓછી થતી નહિ અને હજી જાણે વ્યાધિમાં કાંઇ ન્યૂનતા હોય તેમ વળી એ છોકરાને અહાર બગીચામાં જઇને ઉજાણી કરવાની ઇચ્છા થઇ. એ ઇચ્છા પૂર્ણ કરવા સારૂ અનેક પ્રકારની ખાસ વાની તૈયાર કરાવવામાં આવી. પછી એ તૈયાર કરેલી વાનીઓને જોતા જાય અને આ ખાઉં કે પેલી ખાઉ' એવી એવી તેના મનમાં હોંસ થયા કરે અને મન ચકડોળે ચઢે. સર્વ વસ્તુઓ બહુ ભાવતી હોવાથી એ તૈયાર કરેલી વસ્તુઓમાંથી દરેક થોડી થોડી એ ભાઈસાહેબે ખાધી. ત્યાર
૧ ભુવનેદરઃ સંસારનું બીજું નામ છે.
૨ અનાદિ રાજ્ય. સંસ્થિતિ રાણી. અનાદિ કાળથી ચાલી આવતી પરિસ્થિતિ પર રૂપક છે.
Jain Education International
૩ વાહલ. સ્વચ્છંદી, વ્યભિચારી અથવા જાર પુરૂષ માટે આ શબ્દ વપરાય છે. વાર્તા વાંચતાં અને વિચારતાં સર્વે સ્પષ્ટ થઇ જશે,
For Private & Personal Use Only
www.jainelibrary.org