________________
પ્રકરણ ૧૧ મું.
@હલ કથા-અટવી આદિની યોજના.
ન રવાહન રાજાએ વિચક્ષણાચાર્યને કહ્યું, “મહારાજ!
એ મામાએ પોતાના ભાણુજને જે ભાવાર્થે કહી સંભળાવ્યું તે આપ અમને સર્વને પણ બરાબર સંભળાવો.” નરવાહન રાજાએ આવો પ્રશ્ન કર્યો
એટલે વિચક્ષણસૂરિએ પેલી મહાનદી વિગેરેને સર્વ ભાવાર્થ વિસ્તારથી કહી સંભળાવ્યો.
અહીં અગૃહીતસંકેતા સંસારીજીવને કહે છે, “ભાઈ સંસારજીવ! જે એમ છે તે એ મહાનદી વિગેરે વસ્તુઓના અર્થમાં જે જાણવા જેવું હોય તે સર્વ તારે મને જણાવવા યોગ્ય છે, માટે કૃપા કરીને તે સર્વ મને સમજાવ.”
સંસારજીવે કહ્યું “કેઇ એક સ્પષ્ટ દૃષ્ટાન્ત લીધા વગર એ પ્રત્યેકનું જૂદું સ્વરૂપ તને સમજાવવું ઘણું મુશ્કેલ પડે તેમ છે, માટે તને એક દષ્ટાન્ત આપીને એના ઉપરથી એ મહાનદી વિગેરેને ભાવાર્થે બરાબર બતાવવા વિવરણ પાડીને કહી બતાવું.
અગૃહીતસંકેતાએ આભાર માનવાપૂર્વક તેમ કરવામાં પોતાની સંમતિ જણ્વી એટલે હકીકત સમજાવવા માટે સંસારજીને પ્રથમ દૃષ્ટાન્ત કહેવા માંડ્યું. - ૧ જુઓ પૃ. ૭૬૨. નરવાહન રાજ પાસે વિચક્ષણાચાર્ય સર્વ વાત
૨ જુઓ પૃ. ૨૯, સંસારીજીવ જે રિપુદારણને જીવ છે તે સર્વ વાર્તા સદાગમ સમક્ષ કહે છે.
૩ આ આખું પ્રકરણ પ્રકઈને વિમર્શ કહેલું છે, ભાવાર્થ પ્રશ્નના જવાબમાં લેવાથી કદાચ વિચક્ષણસૂરિ કે સંસારીજીવ તે છેડી દે એમ લાગવાથી આટલી પ્રસ્તાવના કરી છે. મતલબ કે વાત ચાલુજ છે અને તે હકીકત આ પ્રકરણને છેડે સ્પષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org