________________
પ્રકરણ ૧૦] પ્રકને જાગૃતિ-ભૌતાચાર્ય કથા.
८१७ શિવભક્તોએ વિચાર કર્યો કે શાંતિશિવને તે જબરૂં ચેટક વળગ્યું હોય એમ જણાય છે. પછી તેઓએ શાંતિશિવને કહ્યું કે “જે ફરી વાર આવું કામ ન કરે તો તને છૂટે કરીએ.” શાંતિશિવે કહ્યું “અરે ભલા માણસો ! શું તમારા કહેવાથી હું આપણું ગુરૂમહારાજના વ્યાધિનું એસડ પણ ન કરૂં? હું તો પેલા મોટા વૈદ્યરાજ કહેશે તેમ કરીશ; તમારા કહેવાથી જરા પણ પલટાવાને નથી.”
શાંતિશિવના એવાં વચન સાંભળીને શિવભક્તોએ પેલા વૈદ્યરાજને બોલાવ્યા અને તેને સર્વ હકીકત કહી સંભળાવી. વૈદ્યરાજ પ્રથમ તે પોતાના મનમાં હસ્યા અને પછી કહેવા લાગ્યા કે “ભાઈ ! મારો છોકરો બહેરે છે જ નહિ. વાત એમ છે કે મેં બહુ મહેનત લઈને વૈદકનાં મેટાં મોટાં પુસ્તકને એની પાસે પરાણે પાઠ કરાવ્યું, પરંતુ એ છોકરાને રમવાની અને રખડવાની એટલી બધી લત પડી ગઈ છે કે હું ગમે તેટલું કરું છું અને વારંવાર સમજાવું છું તો પણ જે વૈદકશાસ્ત્રને એણે પાઠ કર્યો છે તેના અર્થે મારી પાસે તે ધારી લેતો નથી. તેથી મેં તેના ઉપર ગુસ્સે થઈને તેને માર્યો હતો. એ કાંઈ બહેરાપણાનું ઓસડ નથી. તમારી કપાથી એ (છોકરો) એ જ ઓસડથી હવે સમજી ગયો છે. પણ તમારે મારા વચનથી તમારા ચાર્યનું આવું ઓસડ કદિ કરવું નહિ.”
શાંતિશિવે જવાબમાં કહ્યું “ભલે! એમ નહીં કરીએ.” મારે તે ગમે તેમ કરીને ભટ્ટારક સારા થાય તેનું કામ છે. જે તેઓ બીજી રીતે સારા થતા હોય તો પછી આ એસિડનું શું કામ છે? આ પ્રમાણે વાત થયા પછી શાંતિશિવને છૂટ કરવામાં આવ્યો.
ભાવાર્થ પ્રશ્ન. મામાં વિમર્શ કહે છે–“ભાઈ પ્રક! આવી રીતે માત્ર હું જેટલું કહું તે સાંભળે અને તેને ભાવાર્થ ન વિચારે તે આ ભૌતા
ની કથા જેવું તારે થાય તેટલા માટે હું તને પ્રેરણું કરીને કહું છું કે તારે મારા કહેવાને ભાવાર્થ મને વખતે વખત પૂછયા કરો.”
પ્રકર્ષ–“મામા! આપે બહુ સારી વાત કરી. હવે મારે કાંઈક પૂછવાનું છે તે પૂછી લઉં.”
વિમર્શ—“ભલે ખુશીથી તારે જે પૂછવું હોય તે પૂછી જે.” ૧ વૈદ્ય છોકરાની વાત કરે છે ત્યારે શાંતિશિવ ગુરૂની વાત કરે છે. હજુ ગોટાળે તો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org