________________
કારણ ૮] ચિત્તવૃત્તિ અટવી.
૮૦૭ ૮ આવતી નિદ્રારૂપ મદિરાથી એ દુર્જન પ્રાણિઓને મત્ત કરી દે છે,
એ બેટ મૂર્ખ છને ખેલ કરવા માટે બહુ મજાનું સ્થાન છે અને “વિશુદ્ધ ચારિત્રવાળા તત્ત્વ રહસ્યના જાણકાર સમજુ પ્રાણીઓ એ દ્વીપથી દૂર જ નાસતા ફરે છે. ચિત્તવિક્ષેપ મંડપ.
ભદ્ર ! તારી પાસે તદ્વિલસિત બેટનું એ પ્રમાણે વર્ણન કર્યું. હવે ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ પ્રમત્તતા નદીની વચ્ચે રહેલા “તદ્વિલસિત બેટમાં એક મોટે મંડપ કરવામાં આવેલો છે તેનું અને તેમાં રહેલા તે મંડપના નાયકનું વર્ણન કરું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળ. એ મંડપને સમજુ માણસે ‘ચિત્તવિક્ષેપ “ના નામથી ઓળખે છે, કારણ કે સર્વ પ્રકારના દેષસમૂહનું એ “ઘર છે-રહેઠાણ છે-એવા એનામાં ગુણ હોવાથી એને સદરહુ “નામ આપવામાં આવ્યું છે. અહીં પ્રાણ જરા પ્રવેશ માત્ર કરે છે “ત્યાં તો તે પોતાના ગુણે એકદમ ભૂલી જાય છે અને મેટાં ગમે
તેવા અધમ પાપ કરવા તરફ અને તેનાં સાધને જવા તરફ “તેની બુદ્ધિ પ્રવર્તે છે. અહીં જે મહામહ વિગેરે મોટા રાજાઓ દેખાય છે તેમને માટે સ્રષ્ટાએ આ મંડપ બંધાવી રાખ્યો છે. જો ! “જે રાજાઓ માટે આ મંડપ બંધાવ્યો છે તે મહામહાદિ રાજાઓ પણ અહીં જ દેખાય છે તેઓને હું તને હવે પછી ઓળખાવીશ. આ મંડપ તે રાજાઓ માટે છે છતાં તેમાં કઈ કઈ જગ્યાએ બહિરંગ લેકે પણ મહામહને વશ થઇને દાખલ થયેલા તને જણાશે. “હવે એવા બહારના લોકેને બરાબર જોઈશ તો તને જશે કે મંડપના દોષને લઈને તેઓ વિશ્વમમાં પડી જાય છે, તેઓને અનેક
૧ મદિરા ગ્લેય છે: (૧) નિદ્રા સાથે તેને મદ્ય અર્થ થાય છે; (૨) બેટ સાથે ગાંડ ખંજનપક્ષી એ અર્થ થાય છે. મતલબ મત્ત ખંજન૫ક્ષીઓ અહીં ઘણાં છે અને પ્રમાદી લોકો નિદ્રામાં અહીં વિલાસ કરે છે.
૨ વાંચનાર ધ્યાનમાં રાખશે કે આ વર્ણન મામા કરે છે ત્યારે પ્રકર્ષ ભાણેજ એક અક્ષર પણ વચ્ચે બોલતો નથી.
૩ માંડવો. Pendal અથવા Anphi-Theatre, નદીની વચ્ચે બેટ હોય તેમાં આ માંડ તૈયાર થયેલો છે. કલ્પનાશક્તિને બરાબર દોડાવજે. જાણે કૉંગ્રેસમાં અથવા સીનેમામાં બેઠા હોય તેવી કલ્પના કરવી. નદીના મધ્યભાગમાં બટ છે, બેટની વચ્ચે મંડપ છે અને તેની અંદર વેદિકાની ગોઠવણ છે. બરાબર કલ્પના કરી રાખવા ખાસ ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org