________________
પ્રકરણુ ૯ ]
ચિત્તવૃત્તિ અટવી.
૮૧૧
“
“ પર વસ્તુઓમાં પાતાપણાની બુદ્ધિને ઉત્પન્ન કરીને પરિણામે પ્રાણી“ આને તે પરભાવ તરફ એટલા બધા આસક્ત બનાવી દે છે કે પ્રાણી “ પોતાનું (આત્મ) સ્વરૂપ નહિ ઓળખીને નકામા અનેક પ્રકારના લેશે પામે છે. એ માહરાનું અવિદ્યા શરીર ઘડપણથી આવી “ રીતે તદ્દન જીણું થઇ ગયું છે તે પણ તેનામાં એટલી બધી શક્તિ “ હાવાને લીધે તે નિરંતર મહાપરાક્રમી રહે છે. ભદ્ર ! આ રાજેંદ્ર મોટા રાજા આખા જગતની ઉત્પત્તિ કરનાર હેાવાથી ડાહ્યા માણસે “ અને પિતામહ (દાદા)નું નામ આપે છે અને તેથી એ મહામેાહદાદા “ અથવા મહામેાહુ પિતામહના નામથી ઓળખાય છે. એનું જોર “ એટલું બધું છે કે મોટા મોટા રૂદ્ર, ઉપેન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર અને વિદ્યાધરા તથા તેવાજ બીજા મેટાએ પણ એ દાદાની આજ્ઞાનું “ જરા પણ ઉલ્લંઘન કરી શકતા નથી. અહાહા ! જે મહામાહુ દાદા “ પાતાની શક્તિરૂપ દંડ વડે કુંભારની પેઠે આ જગરૂપ ચાકડાને ફેરવીને જૂદા જૂદા કાર્યરૂપ વાસણા રમત માત્રમાં બનાવી શકે “ છે તે આંચય શક્તિવાળા મહામેાહ રાજાના હુકમનું અપમાન કરવાને “ અથવા તેનું ઉલ્લંઘન કરવાને દુનિયામાં કાણુ શક્તિમાન છે? ભાઇ પ્રકર્ષ! “ આવી રીતે મહામેાહ રાજાનું તારી પાસે વિસ્તારથી વિવેચન કર્યું, “તેના ગુણા કેવા પ્રકારના છે તે તને બતાવ્યું. હવે એ રાજાને “ પરિવાર કેવા છે તે તને કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને “ સાંભળ. ”
"C
*
આટલું કહી વિમર્રામામા જરા ચુપ રહ્યા.
૧ રૂદ્ર એટલે શંકર, શિવ. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ. નાગેન્દ્ર એટલે શેષનાગ. શંકર, વિષ્ણુ વગેરેની કથાઓ વાંચવાથી જણાશે કે તે સર્વ મેહને વશ છે.
૨ આ કથાના સંબંધ પ્રકરણ ૧૨ સાથે થશે. વચ્ચેનાં દશમા અગીઆરમા પ્રકરણમાં આંતરકથાની યાજના બતાવી છે તે ઘણી ઉપયાગી છે, પરંતુ જેને એકદમ વાર્તાના રસમાં ચાલ્યા જવું હેાય તે કદાપિ હાલ દશમું તથા અગીઆરનું પ્રકરણ નહિ વાંચે તે પણ કથાસંબંધ ચાલ્યું આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org