________________
૭૯૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રસ્તાવ ૪
મિથ્યાભિમાન–“આ નગરના સ્વામી રાગકેસરી નામે છે એની પ્રસિદ્ધિ – ભુવનમાં થયેલી છે અને એ પ્રભાતમાં નામ લેવા યોગ્ય મહાપુરૂષ ગણાય છે. એ રાગકેસરીના પિતાનું નામ મહામ છે. એ પિતા પુત્રના 'વિષયાભિલાષ વિગેરે અનેક મંત્રીઓ અને અધિકારીઓ છે. તેઓ આ દેશમાંથી પિતાના આખા લશ્કર સાથે લડાઈ કરવા માટે નીકળી પડેલા છે તે વાતને અનંત કાળ થયો. અહીંથી રાજા તથા આખું લશ્કર બહાર ગયેલું છે તેથી આ નગરમાં માણસો ઓછા દેખાય છે.”
વિમર્શ–“ભદ્ર મિથ્યાભિમાન! એ રાગકેસરી રાજાને કેની સાથે લડાઈ ચાલે છે?”
મિથ્યાભિમાન–“એક દુરાત્મા સંતોષ નામનો પાપી માણસ છે તેની સાથે તેમને લડાઈ ચાલે છે.”
વિમર્શ—એની સાથે લડાઇનું શું કારણે ઉત્પન્ન થયું?”
મિથ્યાભિમાન–“વાત એમ છે કે પહેલાં મહારાજા રાગકેસરીના હુકમથી મંત્રી વિષયાભિલા પોતાના માણસે સ્પર્શન રસના વિગેરે પાંચ જણને જગતને વશ કરવા માટે મોકલ્યા હતા અને એ પાંચે જણાએ લગભગ આખા જગતને વશ કર્યું હતું; તેવામાં પેલા પાપી સંત એ પાંચને હઠાવી દઈને કેટલાક લોકોને બચાવી લીધા અને નિવૃત્તિ નામની નગરીએ પહોંચાડી દીધા. આ હકીકતની જ્યારે મહારાજા રાગકેસરીને ખબર પડી ત્યારે તે હકીકત સાંભળતાં તેમને પાપી સંતોષ ઉપર ઘણે ગુસ્સે થઈ આવ્યો અને એને હઠાવવા માટે રાજા પોતે જ નીકળી પડ્યા. લડાઈનું મૂળ કારણ આ છે.”
વિમર્શ—વિચાર કર્યો કે-અહો ! રસનાના નામનો તો કાંઈક પત્તો લાગ્યો. એનું મૂળ ક્યાંથી શરૂ થાય છે તે હકીકત નામથી તો જાણવામાં આવી ! બાકી એના ગુણ સંબંધી હકીકત તે વિષયાભિ
૧ રાગકેસરીની કાંઈક હકીકત પૃ. ૩૮૬ માં આવી છે. વિષયાભિલાષની હકીકત ૫ણું એજ પૃષ્ટમાં છે. (પ્ર. ૩. પ્ર. ૪ થું.)
૨ પ્રભાવના રિપોર્ટમાં મહામેહ પિતાનું વર્ણન . ૩૦૧-૩૯૩ સુધી છે.
૩ સંતોષની શરૂઆતની હકીક્ત માટે પ્રભાવને રિપોર્ટ જુઓ. પ્રસ્તાવ ૩ પ્રકરણ ૪, ત્યાં માત્ર સંતોષ સાથે તેઓ લડવા ગયા એટલી જ વાત આવી છે, પૃ. ૩૯૬ માં જણાવ્યું છે કે સંતોષ સંબંધી વધારે હકીકત તે જાણતા નથી. અહીં તે હકીકત આગળ જતાં વિસ્તારથી આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org