________________
૭૮૮
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
[ પ્રસ્તાવ ૪
ઘણે લાંબે વખત અને જોરથી ચાલશે તેમ જણાય છે. અત્યારે તમે ગર્ભ ધારણ કર્યો છે અને તે ગર્ભના ભારથી મુક્ત થવાને આ છેલ્લે માસ છે તેથી રણક્ષેત્રમાં તમને સાથે લઈ જવા યુક્ત નથી. માટે તમે તે અહીં જ રહે. હાલ તો અમે એકલા જ લડાઈમાં જઈશું. આના જવાબમાં દેવી અવિવેકિતાએ કહ્યું. “નાથ ! તમારા વગર આ નગર (તામસચિત્ત) માં હું એકલી રહી શકું તેમ નથી, માટે કૃપા કરીને
મને સાથે જ લઈ જાઓ.” આ ઉત્તર સાંભળી અવિવેકિતાને રો- રાજા દ્વેષગજેદ્દે ફરીવાર કહ્યું “તમારે અહીં ન રહેવું દ્રચિત્તપુરે મોકા હોય તો પણ ભારે શરીરે લડાઇના મેદાનમાં આવવું લાવી આપ્યા છે. એ તે કઈ પણ રીતે યોગ્ય નથી; માટે તમે હાલ
રૌદ્રચિત્તપુરે જાઓ. ત્યાને દુષ્ટાભિસન્ધિ નામને રાજા તમારી સારી રીતે સારસંભાળ કરશે. એ રાજા મારા સૈન્યનો માણસ છે અને પવિત્ર છે. તે કઈ પણ પ્રકારની ચિંતા તમને ન રહે તેવી સર્વ સગવડ કરી આપશે. દેવીએ જવાબમાં કહ્યું “અમારે આપશ્રીને શું કહેવું? કરવા યોગ્ય સઘળું આપ જાણે છો.”
આ પ્રમાણે વાતચીત થયા પછી યોગ્ય ભલામણ કરીને રાજા શ્રેષગજેંદ્ર તે મહામહ વિગેરેની સાથે લડાઈના મેદાન તરફ વિદાય થયા અને તેમના હુકમથી દેવી અવિવેકિતા રૌદ્રચિત્તપુર નગરે ગયા. ત્યાર પછી એ અવિવેકિતા દેવી કે કારણને લઈને હાલ બહિરંગ પ્રદેશમાં રહ્યા છે, કારણ કે કયે વખતે શું કરવું તે દેવી બરાબર સમજે છે. દેવી અહીંથી ગયા ત્યારે અગાઉ તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો અને પતિની સાથે યોગ થવાથી હમણું વળી તેમણે એક બીજા પુત્રને જન્મ આપે છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે. આટલા માટે અવિવેકિતા દેવી હાલ અહીં નથી. હવે મારૂં અહીં આવવાનું કારણ શું છે એમ તમે પૂછતા હતા તેને જવાબ પણ સાંભળે–
૧ વગર અવિવેક કાંઈ કરી શકતો નથી, ૨ રોકચિત્તપુર નગરના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૧-૭૨. ૩ દુષ્ટાલિસબ્ધિ રાજાના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૨-૭૩.
૪ રોકચિત્તપુર નગરમાં અવિવેકિતાદેવી આવ્યા હતા એવી વાત પૃ. ૫૭૬ પર કરી છે. એનું કારણ ત્યાં જણાવ્યું ન હતું તે અત્ર સ્પષ્ટ થાય છે.
૫ આ પુત્ર વૈશ્વાનર હતો તે વાંચનાર સમજી જશે. જુઓ પૃ. ૩૪૬.
૬ આ બીજો પુત્ર શૈલરાજે આઠ માથાવાળો છે. એના જન્મની હકિકત માટે જુઓ પૃ. ૭૦૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org