________________
પ્રકરણ ૯ ]
ચિત્તવૃત્તિ અટવી.
૮૦૩
રાજાને તેમજ તેના પરિવારને પણ અવલાક્યા. હવે હાલ આપણે આ રાજસભાસ્થાનમાં દાખલ થવું સારૂં નથી, કારણ કે સભાસ્થાનમાં બેઠેલા લોકોએ આપણને અહીં અગાઉ કદિ જોયેલા નથી તેથી પહેલ વહેલાં જોશે તે તેનાં મનમાં આપણે માટે કાંઇક શંકા ઉત્પન્ન થશે અને તેમ થશે તે પછી આપણે જે શેધખેાળ કરવા નીકળી પડ્યા છીએ તેમાં અગવડ ઊભી થશે. આમ થવા દેવું સલાહકારક નથી. વળી આપણે આટલે દૂર ઊભા ઊભા પણ આખું સભાસ્થાન પરામર જોઇ શકીએ છીએ, તેથી એમાં શું હશે એવા કુતૂહળથી પણ એ સભાસ્થાનમાં પ્રવેશ કરવાની જરૂર નથી.”
આ
પ્રકર્ષે જવાબમાં કહ્યું “ ભલે એમ કરો, પણ મામા ! આ માટી અટવી ! આ મેટી નદી ! આ નદીનેા કાંઠા ! આ માટે મંડપ! એમાંની વેદિકા ! આ મહા સિંહાસન! એ મહામેાહ નામના મેાટા રાજા ! આ એની પાસેના મેાટા પરિવારથી પરવરેલા બીજા જિજ્ઞાસા પ્રશ્ન. રાજાઓ-આ સર્વે બાબત અપૂર્વ છે, મેં કદિ જોયેલી નથી, તેથી મને તેા આ જોઈને બહુ આશ્ચર્ય થાય છે, અને એ સર્વ શું હશે તે જાણવાનું મોટું કુતૂહળ થાય છે ! માટે જો એમાંના પ્રત્યેકનું તમે વર્ણન કરો તેા તે સર્વ સાંભળવાની મને ઘણી જ ઇચ્છા થયેલી છે. જુઓ મામા ! તમે જ મને અગાઉ કહ્યું હતું કે તમે જે જે વસ્તુએ જુએ છે તે સર્વનું યથાસ્થિત તત્ત્વ અરાબર સમજો છે-જાણેા છે, તે આ સર્વ વસ્તુનું તત્ત્વ મને અરાઅર સમજાવે.”
મામાએ જવાબ આપ્યો “ હા ભાઇ ! મેં તને એમ કહ્યું હતું ખરૂં, પણ તે અત્યારે જે સવાલ કર્યો છે તે તે એક સાથે ઘણી મામાના છે અને જવામ દેતાં ઘણા વિચાર કરાવે તેવા છે, તેથી સર્વ ખાખતના મારા મનમાં ખરાખર નિર્ણય કરીને પછી હું તને તેના
ઉત્તર પહેલાં અવલાકન.
ઉત્તર આપું છું.”
પ્રર્ષે એ બાબતમાં બરાબર નિરધાર કરવાની મામાને વિજ્ઞપ્તિ કરી, એટલે મામાએ એ મહા અટવીનું ચારે તરફથી અવલેાકન કરી લીધું, મહા નદીનું નિરીક્ષણ કરી લીધું, નદીની વચ્ચે આવેલા એટ જોઇ લીધા, મહામંડપ વિગતવાર ધ્યાનમાં લઇ લીધા, વેદિકાના
૧ જુએ પૃ. ૭૯૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org