________________
૮૦૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ણામ હતું. હું તે તે વખતે એમ જ વિચારતું હતું કે એ સાધુ (વિચક્ષણાચાર્ય) મારા પિતાને કઈ મજાની કથા કહે છે. એ વાતની અંદર રહેલ ભાવાર્થ કે રહસ્યને જેમ અત્યારે અગૃહીતસકેતા સમજતી નથી તેમ હું પણ જરાએ સમજ ન હોત.”
અગૃહીતસંકેતાએ કહ્યું, “ત્યારે શું આ વાર્તા કહે છે તેમાં અંદર કાંઈ ખાસ રહસ્ય છે? કઈ ઊંડે ભાવાર્થ રહેલું છે ?”
સંસારીજીવે જવાબમાં કહ્યું “હા, એમાં ઘણો ભાવાર્થ રહેલો છે. મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢાર્થ વગરનું એક પણ વાક્ય નથી. માટે તારે વાર્તા માત્ર સાંભળીને તેટલાથી સંતોષ ન પકડી લે, પણ તેને ગૂઢાર્થ પણ સમજવો. એને ગૂઢાર્થ બરાબર સ્પષ્ટ રીતે સમજાય તેવો જ છે, છતાં પણ અગૃહીતસંકેતા! જે કઈ જગ્યાએ એ ભાવાર્થ તારા સમજવામાં ન આવે તે તારે પ્રણાવિશાળાને પૂછી જેવું. તે મારા વચનનો ભાવાર્થ બરાબર સમજે છે.”
અગ્રહીતસંકેતાએ કહ્યું કે, “ઠીક, એમ કરીશ, પણ હાલ તે ચાલુ વાત આગળ ચલાવો.”
ત્યાર પછી વિચક્ષણસૂરિએ જે પ્રમાણે હકીકત કહી હતી તે પ્રમાણે સંસારીજીવે અહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળ સાંભળે તેમ સદાગમ સમક્ષ વાર્તા આગળ ચલાવી–
શેકે તામસચિત્ત નગરમાં રાજા રાણી (ષગજેન્દ્ર અને અવિવેકિતા) નથી તેનું કારણ જણાવ્યા પછી પોતાને (શેકને) તે નગરે આવવાનું કારણ મામા ભાણેજને કહી સંભળાવ્યું હતું તે હવે સાંભળો
શેકનું તામસચિત્તપુરે આગમનકારણ
મતિ મેહનું તામસચિત્તમાં સ્થાન વિમર્શ “હા ભાઈ! આપનું અહીં આવવાનું કારણ હવે અમને જણાવવાની કૃપા કરે.”
૧ આખી કથામાં કોઇ ભાગ નકામો નથી, કોઈ વાક્ય નકામું નથી. ધ્યાન રાખે. ન સમજાય તે પ્રજ્ઞાવિશાલને (પિતાથી વધારે સમજી-જ્ઞાનીને) પૂછી ભાવાર્થ સમજો.
૨ અને સંબંધ ૫, ૭૯૮ ના છેડા સાથે છે. ત્યાંથી વાત આગળ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org