________________
પ્રકરણ ૮]. વિમર્શ–પ્રકર્ષ.
૭૯૭ કરી છે. અરે ભલા માણસ! આ અમારા રાજા અને રાણી તે એવી રીતે ત્રણ ભુવનમાં સારી રીતે વિખ્યાતિ પામેલા છે, છતાં આજે વળી એ કેણું છે એવું પૂછવા તમે તે ક્યાંથી નીકળી પડ્યા?”
વિમર્શ જવાબમાં કહ્યું, “ભદ્ર! તમે અમારા ઉપર કોપાયમાન ન થશે, કારણ કે આ દુનિયામાં સર્વ પ્રાણી સર્વ હકીકત જાણે તે તો કદિ બની શકે તેવું નથી. અમે તે ઘણું દૂર દેશથી હમણાજ ચાલ્યા આવીએ છીએ, તેથી આ તમારું નગર અમે જોયું જ નથી. બાકી તમારા રાજારાણીનું નામ તે અમે સાંભર્યું હતું. પરંત શ્રેષગજેન્દ્ર રાજા પોતે હાલ અહીં છે કે કેઈ બીજે નગરે ગયા છે તે વાતની અમને બરાબર ચોક્કસ ખબર નહોતી, તેથી માત્ર જાણવા ખાતર મનનો સંદેહ આપને પૂછયો હતો. માટે ભાઇ ! હવે અમને તમે જણાવો કે દ્વેષગજેદ્ર રાજા હાલ અહીં છે કે બહારગામ ગયેલા છે? અને અમે એ રાજેશ્રીને ક્યાં મળી શકીએ ?” શેક–“આ હકીકત તમે પૂછે છે તે પણ સર્વેના જાણવામાં
સારી રીતે આવી ગયેલી છે. તમે એવી જગજાહેર રાગદ્વેષ રણે વાત પણ શું જાણતા નથી? જુઓ મહારાજા મહાચઢયા છે. મોહ, તેમના જયેષ્ઠ પુત્ર રાગકેસરી અને અહીંના રાજા
શ્રેષગજેંદ્ર (મહામહના બીજા પુત્ર) પોતપોતાનું આખું લશ્કર લઇને પેલા હરામખોર સંતોષ નામના ચદ્રાને મારી ઉખેડી નાખવાનો પાકે ઠરાવ કરીને નીકળી પડ્યા છે અને તે વાતને તે ઘણે વખત થઈ ગયે. અરે! આ વાતની પણ તમને ખબર નથી?”
વિમર્શ “એમ છે તો ભાઈ! તમે અહીં શા માટે આવ્યા છો? અને દેવી અવિવેકિતા તો હાલ આ જ નગરમાં છે ને?”
શેક–“ભાઈ ! દેવી અવિવેકિતા હાલ આ નગરમાં પણ નથી અને મહારાજા શ્રેષગજેદ્ર સાથે રણક્ષેત્રમાં પણ નથી. એમ થવાનું કારણ શું છે તે હું તમને કહું છું તે ધ્યાન રાખીને સાંભળે. જે વખતે તમને ઉપર જણાવ્યું તેમ મહારાજા મહામોહ તથા રાગકેસરીએ સંતોષ નામના ચેરને નાશ કરવાનો નિર્ણય કર્યો અને આખું લશ્કર લઈને ચાલવા તૈયાર થયા ત્યારે આ નગરના રાજા શ્રેષગજેદ્ર પણ તેમની સાથે મદદમાં લડવા જવા તૈયાર થયા. રાજા શ્રેષગજેકે જ્યારે કુચ કરવાની તૈયાર કરી ત્યારે દેવી અવિકિતા પણ તેમની સાથે જવાને તૈયાર થયા. રાજા શ્રેષગજેન્દ્ર પોતાની વહાલી પતીને તે વખતે કહ્યું દેવી! અત્યારે તમારું શરીર રણક્ષેત્રમાં જવા યોગ્ય નથી. લડાઈ
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org