________________
9૮૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ મને માટે અધિકારી તેમના જેવામાં આવ્યો, તેની આસપાસ દૈન્ય આક્રન્દન, વિલેપન વિગેરે હજુરીઆઓ ચાલી રહ્યા હતા અને તે અધિકારી તામસચિત્ત નગરમાં દાખલ થવાની ઈચ્છા રાખતા હોય એમ જણાતું હતું. વિમર્શ પ્રકળે તેની સાથે પ્રથમ સહજ વાતચીત કરી અને પછી પૂછયું કે “ભદ્ર! આ નગરને રાજા કેણ છે?”
શેક–“અરે ! આ નગરના રાજા તો ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ
છે-જાણતા છે. જુઓ ! જે મહામહ રાજાને દીકરો ગ. રાગકેસરી રાજાને ભાઈ અને અવિવેકિતાને પતિ
તે અહીંને રાજા તો ઘણે પ્રસિદ્ધ છે. તેના પ્રતાપથી તેના સર્વ શત્રુઓ હણાઈ ગયા છે અને તે હણુયેલા શત્રુઓ ભયથી ધ્રુજી જઈને સ્વર્ગમાં પાતાળમાં અને મર્યલોકમાં રહ્યા સતા તેનું નામ વારંવાર જગ્યા કરે છે. એનું નામ મહારાજા શ્રેષગજેન્દ્ર છે. તે અદ્ભુત શક્તિવાળા છે, મોટા પરાક્રમવાળા છે અને અપરંપાર વીર્યતેજવાળા છે. એ મોટા રાજાનું નામ લેવાની કે પૂછવાની પણ કેની તાકાત છે? અરે એ મહારાજા તે બાજુએ રહો-એમની તો જુદી વાત ! પણ એ મહારાજાને વહાલી અતિ પ્રખ્યાત દેવી અધિકિતા છે કે જે પોતાની શક્તિથી ત્રણે ભુવનને મુંઝવી નાખે છે. એ અવિવેકિતા મહામોહ સસરાનો હુકમ બરાબર અમલમાં મૂકે તેવી અને વડીલ તરફ પ્રેમ રાખનારી છે અને પતિના વડીલ બંધુ રાગકેસરીની પની મહામૃઢતાના કહ્યામાં બરાબર રહેનારી છે. વળી તે કદાપિ પણ પિતાના જેઠ રાગકેરારીના હુકમનું અપમાન કરતી નથી અને તેની
સ્ત્રી-(પિતાની જેઠાણી-મહામૂઢતા) સાથે જાણે પોતાને ખાસ બહેનપણું હોય નહિ તેવો પ્રેમ દેખાડે છે. વળી પોતાના પતિ ગજેન્દ્ર ઉપર તેને ઘણે પ્રેમ છે અને તેનામાં ઘણી આસક્ત રહે છે, તેથી એવી પતિપરાયણ ભાર્યા તરીકે તેણે લોકમાં સારી વિખ્યાતિ પ્રાપ્ત
૧ શેકની સાથે દૈન્ય (દીનતા-ગરીબાઈ-રોકાઈ), આક્રન્દન (મોટેથી રડવું) અને વિલન (વિલાપ કરવો) હોય છે.
૨ ટ્રેષગજેન્દ્ર-એનું નામ પૃ. ૫૭૫ માં સૂચવ્યું છે. ધ્યાનમાં રાખવું કે એ મહામહને દીકરો છે અને રાગકેસરીને ભાઈ છે. મોહથી રાગ અને દ્વેષ થાય છે એ લક્ષ્યમાં લેવું.
૩ અવિવેકિતા. એ નંદિવર્ધનની ધાવ માતા હતી અને વૈશ્વાનરની માતા થાય, એની ઓળખાણ પૃ. ૩૧ માં થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org