________________
૭૮૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ દાર દૂતો હશે અને ગુપ્તચર તરીકે હકીકત મેળવવા આવ્યા હશે. આવા વિચારથી તેણે વાત ઉડાવી. જવાબમાં તેણે કહ્યું કે મને એ બાબતની ચોક્કસ ખબર નથી. અહીંથી જ્યારે રાગકેસરી રાજા વિદાય થયા ત્યારે તેઓ તામસચિત્ત નગર તરફ જવાના હતા એમ તેમના બેલવા પરથી જણાતું હતું. કદાચ હાલ પણ તેઓ ત્યાં જ હશે.”
વિમર્શ—“અમને જે હકીકત જાણવાનું કુતૂહળ થયું હતું તે તમારા જવાબથી પૂર્ણ થયું. તમે અમને સર્વ હકીકત જણાવી અને તમારીરસજજનતા બતાવી બહુ સારું કર્યું. હવે અમે જશું.”
મિથ્યાભિમાન–બહુ સારું તમારી ફતેહ થાઓ.”
વિમર્શઆ વચન સાંભળી રાજી થયો, અરસ્પરસ બન્ને એ માથું સહજ નમાવ્યું અને ત્યાર પછી વિમર્શ અને પ્રકર્ષ રાજસચિત્ત નગરની બહાર નીકળ્યા.
તામસચિત્ત મામા ભાણેજ દ્વપગજેંદ્ર અને અવિવેકિતા
રાજારાણીની ગેરહાજરી, વિમર્શ–“ભાઈ પ્રક! આપણે આ મિથ્યાભિમાન પાસેથી વાત સાંભળી તે પરથી એટલું જણાયું કે વિષયાભિલાષના પાંચ માણસોમાં રસના એક છે. હવે આપણે જાતે વિષયાભિલાષને મળીને એ રરસનાનું ગુણથી સ્વરૂપ કેવું છે તેને નિશ્ચય કરીએ. અને ચાલો! તેટલા માટે આપણે હવે તામસચિત્ત નગરે જઈએ.”
પ્ર —“જેવી મામાની મરજી.” તામસચિત્ત નગર,
ત્યાર પછી તુરત જ મામા ભાણેજ તામસચિત્તપુર નગર તરફ જવા સારું નીકળ્યા.
૧ અહીં છે. ર. એ. સાયટિવાળા મૂળ છાપેલ પુસ્તકનું પૃ.૫૦૦ શરૂ થાય છે.
૨ આ પ્રમાણે વિચક્ષણાચાર્ય સર્વ હકીકત સિદ્ધાર્થપરમાં નરવાહન રાજ સમક્ષ કહે છે. સંસારીજીવ આખી વાર્તા જેવી પોતે રિપદારૂણના ભાવમાં સાંભબેલી તેવી અગ્રહીતસંકેતાને ઉદેશીને સદાગમ સમક્ષ કહે છે.
૩ તામસચરપુર. આ નગરની હકીકત અગાઉ ૫. ૫૫ માં આવે છે, ત્યાં શ્રેષગર્જની ભાય અવિવેકિતા ગયેલી બતાવી છે. અહીં તેનું વિસ્તારથી વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org