________________
૭૮૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રક્તાવ ૪ અંતરંગટશે રસનાની મૂળશુદ્ધિ રાજસચિત્ત નગરે મામા ભાણેજ.
રાગકેસરી અને મિથ્યાભિમાન, રાજસચિત્ત નગરે.
હવે એવી રીતે લગભગ ત્રણ માસ મામા ભાણેજ બાહ્ય પ્રદેશેમાં ફર્યા પણ તેઓને રસનાના મૂળનો કોઈ પણ પત્તો લાગ્યો નહિ એટલે તેઓ અંતરંગ દેશમાં દાખલ થયા અને ત્યાં રસનાની મૂળશુદ્ધિ માટે જુદા જુદા પ્રદેશમાં તેઓ ફર્યા. એવી રીતે ફરતાં ફરતાં તેઓ એકદા રાજસચિત્ત નગરે આવી પહોંચ્યા.
એ નગર જાણે મોટું જંગલ હોય નહિ તેવું લાંબું પણ ઘણું લોક વગરનું અને ધનધાન્યથી ભરપૂર માત્ર ઘરેવાળું પણ કઈક જ સ્થળે ઘરનું રક્ષણ કરનાર ચોકીદારવાળું જોવામાં આવ્યું. આ નગરમાં આવતાં મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇ –
પ્રકર્ષ મામા! આ નગરમાં તે એટલા બધા ઓછા માણસે છે કે જાણે તે તદ્દન સ્મશાન જેવું શુન્ય દેખાય છે-તેનું કારણ શું હશે? આ નગર આવું કેમ થઈ ગયું હશે?”
વિમર્શ આ આખું નગર સંપત્તિથી ભરપૂર દેખાય છે, તેમાં મોટી મોટી હવેલીઓ આવી રહેલી છે, માત્ર તેમાં લેકેની વસ્તી જોઈએ તેટલી જણાતી નથી, તેથી એમ જણાય છે કે આ નગરમાં કઈ જાતને ઉપદ્રવ નથી, માત્ર તે નગરનો રાજા કેઈ પ્રયોજનને લઈને બહાર ગયા જણાય છે અને તેની સાથે તેનો પરિવાર પણ ગયે જણાય છે એવું અનુમાન થાય છે.”
પ્રકર્ષ–“આપે જે અનુમાન કર્યું તે મને પણ ઠીક લાગે છે.”
વિમર્શ–“ભાઈ ! એમાં તે શી મોટી વાત કરી ! જે સર્વ વસ્તુ દેખાય છે-તે સર્વનું અંદરનું તત્ત્વ હું જાણું છું, તેથી તેને બીજી કઈ પણ બાબતમાં કોઈ પણ શંકા ઘાય ત્યારે તારે મને ખુશીથી પૂછ્યા કરવું.”
૧ ત્રીજી પ્રસ્તાવમાં માધના કહેવાથી પ્રભાવ સ્પર્શનની મૂળશુદ્ધિ કરવા ગયે હતો. ત્યાં પૃષ્ઠ ૩૮૬-૭ માં રાજસચિત નગર સંબંધી તેમ જ રાગકેસરી સંબંધી થડી હકીક્ત આવેલ હતી તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. ત્યાં સાધારણ વાત કરી હતી, અહીં વિસ્તારથી સર્વ હકીકત આવશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org