________________
૭૮૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ વસ્ત્ર, તેલ, કામળ, રજાઈ અને અગ્નિ કાંઇક કિમતી દેખાય છે તિલક લેધ કુંદ મોગરો વિગેરે અનેક જાતિનાં પુષ્પવને ખીલી રહ્યાં છે; ઠંડે પવન મુસાફરોના દાંતની વીણુ વગાડે છે ( ઠંડા પવનથી દાંત સામસામા ધ્રુજીને અથડાય છે) અને એ ઋતુ જળ, ચંદ્ર, કિરણ, મહેલની અગાશી, ચદન અને મેતીની સુભગતાને હરણ કરે છે.
એ હેમંત ઋતુમાં (કાર્તિક-માગસર માસમાં) દુર્જન માણસોની સોબતની પેઠે દિવસો ટુંકા થાય છે, સજજનની મિત્રતાની પેઠે રાત્રીઓ લાંબી થાય છે, વિશુદ્ધ જ્ઞાનની પેઠે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, જાણે કાવ્યની પદ્ધતિ હોય તેમ મનહર વેણુઓની રચના કરવામાં આવે છે, જાણે સજજનનાં હૃદય હોય તેમ
૧ સુભગતાઃ ભગ શબ્દના બહુ અર્થ થાય છે. ઉત્કૃષ્ટ પણે બતાવે છે. દરેક સાથે તેનો અર્થ ઘટાવીએ –
જળઃ અહીં ભગને અર્થ “પ્રીતિ’ કરો. ઠંડું પાણી શિયાળામાં બહુ ભાવતું નથી. - શશિચંદ્ર. અહીં ભગનો અર્થ તેજ કરવા. હેમંતમાં ચંદ્રનું તેજ ઓછું હોય છે.
કિરણ: અહીં ભગને અર્થ શભા કરવો. શિયાળામાં કિરણમાં કાંઈ શેભાદમ રહેતા નથી. અથવા ચંદ્રકિરણ સાથે લેવાથી “તેજ' અર્થ વધારે બંધબેસતો આવશે.
મહેલની અગાશીઃ (હર્ચતલ). અહીં ભગને અર્થ પ્રેમ કરવો. અગાશીમાં ઠંડીને લીધે બેસવું ગમે નહિ.
ચંદનઃ અહીં ભગને અર્થ “શક્તિ. ગરમી ન હોય ત્યારે ચંદનને કોઈ ભાવ પૂછે નહિ.
મૌક્તિકર અહીં ભગને અર્થ શભા થાય છે. મોતી ઠંડા લાગે તેથી પહેરવાં ગમે નહિ.
૨ કાર્તિક માગશરમાં દિવસ તદ્દન ટૂંકા થઈ જાય છે, છેવટે લગભગ ૧૦ કલાક ૫૫ મીનિટને થાય છે. દુર્જનની સબત પણ થોડો વખત જ ચાલે છે, ટુંકી થતી જાય છે.
૩ જ્ઞાની સમજુ માણસે આગામી ચિંતા કરી જરૂરી વસ્તુ સંઘરી રાખે છે અથવા જ્ઞાનના સંગ્રહમાં જેમ સંતોષ થતું નથી તેમ અનાજ સંધરવાને સમય આ હેમંત ઋતુ હોઇને અનાજ સંગ્રહથી સંતોષ થતો નથી.
૪ અહીં શ્લેષ રચના સાથે જ છે. કાવ્યની રચના કરવામાં આવે છે તેમ વેણી ગૂંથવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org