________________
૭૮૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ તેથી તું ભાગ્યશાળી છે; એછા નસીબવાળા પ્રાણીઓને ચિંતામણિ રત્રની પ્રાપ્તિ કદાપિ પણ થતી નથી. તારે રૂસનાની ઉત્પત્તિની શોધ કરવાના કામ માટે એને જ મોકલવો. સૂર્ય જ રાત્રીના અંધકારને દૂર કરવાને શક્તિમાન્ છે.”
વિચક્ષણ–“જેવી પિતાશ્રીની આજ્ઞા !”
વિચક્ષણે એટલું કહીને વિમર્શના મુખ સામું જોયું. (તે રસનાના મૂળની શેધ કરવાનું કામ ઉપાડી લેવા રાજી છે કે નહિ તેને નિર્ણય જાણવા માટે.)
વિમર્શ-મારા ઉપર ઘણી કૃપા કરી. આપને જે કહેવું હોય તે કહે. હું કરવા તૈયાર છું.”
વિચક્ષણ–“જો એમ જ છે તો પછી પિતાશ્રીને હુકમ જલદી અમલમાં લાવે-મતલબ રસનાની મૂળશુદ્ધિ કરવા માટે જાઓ.”
વિમર્શ“બહુ સારું. હું તે તૈયાર જ છું. માત્ર એક વાત પૂછવાની છે. પૃથ્વી ઘણી વિશાળ છે, દેશે અનેક છે, તેમાં રાજ્યો ઘણું છે, તેથી મારે કદાચ વધારે વખત રોકાવું પડે, માટે તમે વખતને નિર્ણય કરે કે મારે કેટલા વખતમાં પાછા ફરવું.”
વિચક્ષણ–“ભદ્ર! તમને એક વર્ષનો વખત આપવામાં આવે છે.” વિમર્શ—“બહુ કૃપા !” આ પ્રમાણે કહીને પ્રણામ કરીને વિમર્શ ચાલવાની તૈયારી કરી. એ વખતે પ્રકર્ષે ઉઠીને પિતાના પિતામહ (દાદા) શુભદયને
પગે પડયો, નિજચારૂતા પિતામહી (દાદી)ને વંદન પ્રકર્ષનું સાહચર્ય. કર્યું અને પોતાના માતા પિતા ( વિચક્ષણકુમાર
અને બુદ્ધિદેવી)ને પ્રણામ કર્યા અને પછી બે કે “જે કે મને મારા માતા પિતાનો વિરહ થશે એવા વિચારથી મારા મનમાં નિવૃત્તિ થતી નથી તે પણ મારા મામા (વિમર્શ)ની સાથે સહચારીપણું હોવાથી મારા અંતઃકરણમાં તેમનું બહુ જ ખેંચાણ રહે છે. જન્મથી તેમની સાથે જ રહેલ હોવાને લીધે મામા વગર તે એક ક્ષણવાર પણ હું જીવી શકું તેમ નથી. માટે આપ મને જરૂર રજા આપો તે મારા મામા જાય છે તેની સાથે હું પણ જાઉં.” પુત્રના આવાં વચન સાંભળીને પુત્ર પરના એહથી વિચક્ષણ
મારનું હૃદય ઉછળ્યું, આંખમાં આનંદનાં આંસુ આવી પુત્રપ્રશંસા. ગયાં અને તેણે પોતાના જમણે હાથની આંગળી
થી પ્રકષે પુત્રનું મુખકમળ ઊંચું કરી તેના ઉપર ૧ આ એક વર્ષને અવધિ લક્ષ્યમાં રાખ, એના શેષ કાળનો આગળ ઉપયોગ થવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org