________________
પ્રકરણ ૭]
રસના—àાલતા.
૭૮૧
ઉપર પ્રમાણે વિચાર કરીને પછી વિચક્ષણકુમારે તેના પિતાને કહ્યું કે “ જેવી પિતાજીની આજ્ઞા !” પરંતુ રસનાની શાષકાર્યમાં વિમ-ઉત્પત્તિ શોધી કાઢવા માટે મોકલવા યોગ્ય કાણુ છે? શૂની ખાસ ચાગ્યતાનાં કારણેા. કાણુ એની તપાસ ખરાબર કરી શકશે? એ હકીકત પણ આપશ્રી જ જણાવેા. ’
શુભાદ્રય—“ વત્સ ! આ તારા સાળે વિમર્શ જે મહત્વનું કાર્ય કરવાનું છે તેના ભાર ઉપાડવાને સમર્થ છે.
युक्तं चायुक्तवद्भाति, सारं चासारमुच्चकैः । अयुक्तं युक्तवद्भाति, विमर्शेन विना जने ॥ १ ॥
'
“ એનું નામ વિમર્શ એટલે વિચાર-સુતર્ક છે. વિમાઁ વગર “કામ કરવા જેવું હોય તે ન કરવા જેવું લાગે છે, સારૂં હોય તે “ અસાર લાગે છે અને જે કામ ન કરવા જેવું હોય તે કરવા યોગ્ય “ લાગે છે. એ વિમર્શ જે પ્રાણીને અનુકૂળ હોતા નથી તેને હેય કાર્ય “ ઉપાદેય લાગે છે અને ઉપાદેય કાર્ય હેય લાગે છે એટલે તજવા “ યોગ્ય કાર્યકર્તવ્યરૂપ-આદર કરવા યોગ્ય જણાય છે અને તેથી ઉલટું આદર યોગ્ય કર્તવ્ય ત્યાજ્યરૂપ જણાય છે. કોઇ ઘણું ગહન કામ હોય અને જેમાં બુદ્ધિ બરાબર પ્રથકરણ કરી શકે તેમ ન હોય તેવા ઊંડા કામમાં પણ આ વિમર્શ સર્વ હકીકતપર વિવેચન “ કરીને એક સરખા નિર્ણય કરાવી શકે છે. એમ થવાનું કારણ એ “ છે કે એ વિમર્શ પુરૂષનાં અને સ્ત્રીનાં રહસ્ય સમજે છે, દેશની, “ રાજ્યની અને રાજાઓની વ્યવસ્થા જાણે છે, રત્નોની પરીક્ષા કરી “ શકે છે, લેાકધર્મનું રહસ્ય જાણે છે, સર્વ ભુવનનાં તત્ત્વ તેનાં જાણવામાં આવેલાં છે, દેવનું તત્ત્વ તે જાણે છે, સર્વ શાસ્ત્રોનાં “ રહસ્ય તેના લક્ષ્યમાં રહેલાં છે, ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં
*
(6
'
રહસ્ય શું છે તે ખરાખર તેના ખ્યાલમાં છે. આવી સર્વ મમતનાં “ તત્ત્વા જાણનાર વિમર્શ વગર આ દુનિયામાં બીજો કોઇ નથી. “ વત્સ! જે પ્રાણીઓને માર્ગ અતાવનાર તરીકે એ વિમો સાથે પરિc ચય થાય છે તે સર્વ ખાખતનું અંતર રહસ્ય સમજીને સુખી થાય છે. ખરેખર, તારે આવે વિમર્શ જેવા સગા-સાળેા મળ્યો છે
ઃ
૧ વિશે: વિચાર-વિતર્ક-વિચાર વગરનાં કામ નકામાં. તપાસ કરવામાં વિચાર અને વિતર્કની ખાસ જરૂર છે. સમજણ વગરની તપાસ નકામી છે. વિમર્શને-વિચારને જે ઉપયાગ અત્ર બતાવ્યા છે તે અનુભવથી સમજાય તેવા છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org