________________
પ્ર¥રણ ૭]
રસના—લાલતા.
૭૭૩
લેાલતા દાસી— નહિ સાહેબ ! આપ એવા હુકમ ન કરો. મારી શેઠાણી આ વદનકાટર બગીચાની બહાર કદિપણ નીકળેલ નથી અને તમે અગાઉ પણ એને અહીં ને અહીં જ પાળી પોષી છે, માટે હવે પણ એને એ જ ઠેકાણે રાખીને એની લાલના પાલના તમારે કરવી જોઇએ. કદિ બહાર નીકળેલ ન હોવાથી મારી શેઠાણી અન્યત્ર કોઇ પણ જગ્યાએ જઇ શકે તેમ નથી. ’
જડ કુમાર——“તું જેમ કહીશ તેમ કરવામાં આવશે. આ મામતમાં તારૂં વચન સર્વથા પ્રમાણુ છે, માટે તારી શેઠાણીને જે વાત ગમતી હોય તે તારે મને જણાવવી-કહી બતાવવી, જેથી તે પ્રમાણે સર્વ ગોઠવણ-વ્યવસ્થા કરવામાં આવશે.”
લેાલતા દાસી અહુ કૃપા થઇ! એમાં હવે મારે કહેવા જેવું શું ખાકી રહે છે? તમે બન્ને મારી શેઠાણીની સારી રીતે લાલના પાલના કરી તેને રાજી રાખીને અસ્ખલિત અમૃતમય સુખનેા અનુભવ કરે..
વદનકાટરમાં રસનાને સ્થાન લેાલતાનું ખાદ્યપાનમાં આકર્ષણ, સ્વાદતૃપ્તિમાં માનેલી સુખસંપૂર્ણતા.
ખાદ્યપાનમાં.
આ પ્રમાણે નિર્ણય કર્યા પછી જડકુમાર ( પોતાના ) વદનકાટરમાં રહેલી રસના દેવીને અત્યંત મેાહથી લાલવા પાળવા લાગ્યાઃ તેને વારંવાર દૂધપાક, શેરડી, ખાંડ, દહીં, ઘી, ગાળ, સુંદર પકવાન્નો અને તેના અનાવેલાં સુંદર ખાદ્ય પદાર્થો, તેમજ દ્રાક્ષાદિના સુંદર પીણા (દારૂ વિગેરે), વિચિત્ર પ્રકારનાં મદ્ય, માંસ, મધથી અને લેાકેામાં બીજા જે પ્રખ્યાત રસ ભરપૂર ખાણાં અને પીણાં મનાતાં હોય તે સર્વથી સારી રીતે હોંસથી માહપૂર્વક ખાઇ પીને તેને આનંદ પમાડવા લાગ્યા. જ્યારે લાગ મળે ત્યારે સારૂં સારૂં ખાવું પીવું અને આનંદ કરવા એ જ માર્ગ તેણે રાખ્યા. એમ કરવામાં કદાચ કોઇ વખતે જરા તેનામાં એછાશ જણાય કે તરત જ લેાલતા દાસી તેને પ્રેરણા કરીને કહેતી કે “મારી શેઠાણી અને આપની વહાલી સ્ત્રી દરરોજ આપને કહે તે પ્રમાણે તમે માંસના આહાર કરો, દારૂ પીઆ, અને સુંદર મીઠાઇઓ જમા, એને સુંદર સ્વાદિષ્ટ શાક વિગેરે આા-કારણ કે એવી વસ્તુઓ મારી શેઠાણીને બહુ ગમે છે.” આવી રીતે લેાલતા જે કહે તે સર્વ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org