________________
૭૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ લાગે. વિચક્ષણ કુમારે એવી રીતે કેટલીક વખત આનંદમાં પસાર કયાં. એ વિચક્ષણ કુમારને કઈ પણ પ્રકારની ઈચ્છા વગરનો જણને તેમ જ પરાક્રમી જોઈને લોલતા દાસી એની પાસે કઈ પણ પ્રકારની યાચના કરતી જ નહિ, કારણ કે તે વિચક્ષણ કુમારને અંદર ભાવ બરાબર સમજતી હતી. આવી રીતે લેલતા રહિત વિચક્ષણ કુમાર રસનાને પાળતું હતું, તેને નિર્વાહ કર્યું જ હતું, તે પણ તેને કોઈ પણ પ્રકારનો કલેશ થતો ન હતો અને નિરાંતે આનંદથી રહેતું હતે; કારણ કે દુરાત્મા જડને રસના (જીભ)ની લાલનપાલના કરવામાં જે દે અને દુખ ઉત્પન્ન થતાં હતાં તેનું કારણુ લેલતા-તેમાં મૃદ્ધિ હતું અને વિચક્ષણ કુમારે તે લેલતા જ એકદમ દૂર કરી દીધી હતી તેથી જો કે તે રસનાનું પાલન કરતો હતો તે પણ તેને દોષ પ્રાપ્ત થતો ન હતો અને તેને કઈ પણ અનર્થ પણ પ્રાપ્ત થતા ન હતા.
જડના કુટુંબીઓની સલાહ હવે જડમારે એક દિવસ પિતાની માતા સ્વગ્યતા અને પિતા અશુદયની પાસે રસના નામની સ્ત્રી પિતાને પ્રાપ્ત થઇ છે તે સંબંધી સર્વ હકીકત કહી બતાવી. તેઓએ જ્યારે પિતાના પુત્રને રસના ભાર્યા (લાલતા દાસી સાથે) મળવાની હકીકત જાણી ત્યારે તેમને ઘણે આનંદ થશે. પછી પુત્રપર મનમાં ઘણો જ પ્રેમ લાવીને તેમણે બન્નેએ જડને કહ્યું-“પુત્ર ! અત્યારે તારા ખરેખરા પુણ્યનો ઉદય થયો છે, તેથી તારે યોગ્ય સ્ત્રી તને મળી આવી છે અને વળી એ સ્ત્રીની લાલનપાલન કરવાનું કામ તે શરૂ પણ કરી દીધું છે-એ કામ તે ઘણું સારું કર્યું ! આ સુંદર સ્વરૂપવાળી તારી સુભાર્યા તને ઘણું સુખ આપે તેવી છે, તેથી પુત્ર! તારે રાતદિવસ તેની લાલનાપાલના કરવી.”
૧ આસક્તિ રહિત ભજનમાં પરિણમે દુઃખ નથી, કેમકે આ સંસારમાં શરીર હોય ત્યાં સુધી ખાવા પીવાની તો જરૂર પડે જ છે; તેથી કાંઈ રસનાની અનર્થજનક પિષણે થતી નથી; પણ જે ગૃદ્ધિપૂર્વક રસ સાથે જિહાને પોષવામાં આવે તો શારીરિક દુઃખ પણ ઘણાં થાય છે. વિચાર કરવાથી સમજી શકાય તેવી આ હકીકત છે.
૨ અશુભદયને આનંદ જ થાય તેમ છે, કારણ રસનામાં પડી જાય તો પ્રાણી અશુભ કર્મની નિર્જરા પણ કરી શકે નહિ અને તેથી તેમને પૂરતે અવકાશ મળે. પિતાને યોગ્ય માનનાર (સ્વયોગ્યતા)ને અંગે આજ સ્થિતિ થાય છે.
૩ અશોદયના દષ્ટિબિન્દુથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org