________________
પ્રકરણ ૭]
રસના-લેલતા. આવી રીતે જડકુમાર પિતે એક તો સ્ત્રીની લાલનપાલન કરવામાં તૈયાર થઈ રહ્યો હતો અને તેજ ધંધે લઈને બેઠે હતો અને તે ઉપરાંત વળી તેના માતાપિતાએ પણ તેવી પ્રેરણ કરી, પછી વાતમાં બાકી શું રહે? એક તો સ્ત્રી પોતે જ મદનના (કામદેવના) ઉન્માદથી ભરપૂર હોય અને તેમાં વળી તેવા જ પ્રસંગે મોર ટહુકા કરે, પછી ઉન્માદમાં બાકી શું રહે ? આથી જડકુમાર રસનાની લાલનપાલના કરવામાં ઘણો જ વધારે આસક્ત થયો અને તેને પ્રસન્ન કરવા ખાતર પિતે અનેક પ્રકારની વિટંબણું સહન કરવા લાગ્યો.
વિચક્ષણ કુમારે રસના સંબંધી
કુટુંબીઓ સાથે ચલાવેલી ચર્ચા. હવે વિચક્ષણ કુમારે પિતાની માતા નિજચારૂતા અને પિતા શુભદય પાસે રસનાની પ્રાપ્તિ સંબંધી સર્વ હકીકત એક દિવસ કહી સંભળાવી. તે વખતે તેની ભાર્યા બુદ્ધિદેવી, પુત્ર પ્રકર્ષ અને સાથે વિમર્શ પણ સાથે જ હતા. તેમને પણ રસના ભાર્યાની પ્રાપ્તિ સંબંધી સર્વ હકીકત જણાવી. સી સંબંધી શુભેદયના વિચારે.
તે વખતે શુભદયે કહ્યું કે “પુત્ર ! તને શું કહેવું? તું વસ્તુતત્ત્વ બરાબર સમજે છે અને તેથી જ તું ખરેખર વિચક્ષણ (ડાહ્યોસમજુ-દીર્ઘદૃષ્ટિ) કહેવાય છે; છતાં કુદરતી રીતે તને મારા તરફ બહુમાન છે તેથી તેને ઉપદેશ આપવાની મને તે (બહુમાન)પ્રેરણ કરે છે માટે હું કહું છું તે બરાબર સાંભળઃ સર્વ સ્ત્રીઓ પવનની જેવી ચિંચળ હોય છે, સંધ્યાકાળના આકાશની પંક્તિ જેવી ક્ષણવારે રક્ત અને પછી વિરક્ત હોય છે, નદીની પેઠે પર્વત જેવા ઊંચા સ્થાનથી ઉત્પન્ન થઇ અનીચગામિની હોય છે, કાચ (દર્પણ)માં
૧ ઉપર અશુભદયના રસના સંબંધી વિચાર સાથે આ વિચાર સરખા. ૨ ચંચળ, શ્લેષ છે: (૧) સ્ત્રી પક્ષે-સ્થિર નહિ તેવી; (૨) પવન પક્ષે-ચાલતા.
૩ રક્ત શ્લેષ છે: (૧) સ્ત્રી પક્ષે આસક્ત, પ્રેમ બતાવનારી; (૨) આકાશ પહેરાતું. વિરક્ત. પ્લેષ છેઃ (૧) સ્ત્રી પક્ષે-પ્રેમવગરની; (૨) આકાશ પ-રંગવગરનું. સંધ્યાનો રંગ જરા વખત રહી ઊડી જાય છે.
૪ નીચગામિની. શ્લેષ છેઃ (૧) સ્રીપક્ષે–અધમ પુરૂષ તરફ જનારી, તેની સાથે સંબંધ કરનારી; (૨) નદી પક્ષે–નીચે જનારી. નદીઓ પર્વત જેવા ઊંચા સ્થાનથી નીકળી નીચી નીચી જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org