________________
૭૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[પ્રસ્તાવ ૪
જડકમાર અમલમાં મૂકવા લાગ્યું અને તે જે ફરમાવે તે જાણે પિતાની ઉપર મહેરબાની કરતી હોય એમ માનતો હોંસથી અને આનદથી સર્વ કરતો ગયે. આવી રીતે ૨સના ભાર્યા ઉપર આસક્ત થઈ જવાથી જડ કુમારને
દરરોજ અનેક પ્રકારની ઉપાધિ કરવી પડતી હતી, ઉપાધિમાં આનંદ અનેક ખટપટો ઉઠાવવી પડતી હતી, કંઈક જાતની
ગોઠવણ કરવી પડતી હતી, છતાં મેહને લીધે તે એમ જ માનતા હતા કે-અહો ! હું ઘણે પુણ્યશાળી છું, ખરેખર ભાગ્યશાળી છું, મારું કામ બરાબર થઈ ગયું છે, અત્યારે આવી સુંદર સ્ત્રી અને પુણ્યદયથી પ્રાપ્ત થઈ છે તેથી હું સુખરૂપ દરિયામાં ડૂબકી મારૂં છું! હાલમાં મારે જેવું સુખ છે તેવું ત્રણ ભુવનમાં કેઈને પણ સુખ નથી, કારણ કે આવી સુંદર સ્ત્રી વગર દુનિયામાં સુખ શું હોઈ શકે?
यतोऽलीकसुखास्वादपरिमोहितचेतनः।
तदर्थ नास्ति तत्कर्म, यदर्थ नानुचेष्टते ॥ કહ્યું છે જે તદ્દન ખોટા સુખના સ્વાદમાં લંપટ થયેલા અને મેહમાં આસક્ત થઈ ગયેલા પ્રાણુને ખોટા સુખની પ્રાપ્તિની ખાતર એવું કંઈ પણ કામ નથી કે જે કરવામાં તેને કેઈ પણ પ્રકારે આંચકે આવતો હોય. આવી રીતે તે સ્ત્રીની લાલનપાલનામાં આખો વખત પસાર કરતા જોઈને લેકે જડની મશ્કરી કરવા લાગ્યા કે ખરેખર! આ જડકુમાર તે જડભરત જેવો જ લાગે છે.
यतो धर्मार्थमोक्षेभ्यो, विमुखः पशुसन्निभः।
रसनालालनोद्युक्तो न चेतयति किञ्चन ॥ કહ્યું છે જે રસના ઇંદ્રિયમાં લંપટ થયેલ પ્રાણી તેનું જ લાલન પાલન કરવામાં તત્પર થઈ ધર્મ, અર્થે અને મેક્ષ એ ત્રણે પુરૂષાથોને છેડી દઈને પશુની માફક મનમાં કઈ પણ બાબતને જરા પણ વિચાર કરતો નથી. માટે ખરેખર એ જડ જ જણાય છે. જોકે આવી રીતે અનેક પ્રકારે હાંસી કરે, નિંદા કરે, તેની દરકાર કર્યા વગર જડકુમાર તે એ રસનામાં લુબ્ધ થઈ જઈને કઈ પણ રીતે જરા પણ પાછા હઠ્યો નહીં અને પોતાને બધે વખત રસનાની સેવામાં ગાળવા લાગે.
૧ જડભરતઃ હાલે ચાલે નહિ તે. અક્કલ વગરને મંદ. એના હેવાલ માટે જુઓ ભાગવત-પંચમ સ્કંધ-અધ્યાયઃ ૯-૧૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org