________________
નરસુંદરીને આપઘાત.
૭૫૩
માતા આ વિચાર કરી રહી હતી તે વખતે શૈલરાજે મારા હૃદય પર સારી રીતે અવલેપન કરેલ હોવાથી મને મનમાં એમ જ થયા કરતું હતું કે-મારી માતા આવી અધમ સ્ત્રી જે કેઈના એહ કે પ્રેમને પાત્ર નથી તેની ઉપર અયોગ્ય સ્થાને ખોટો પ્રેમ કરી રહી છે! એવા નિર્ણયથી તેની સમજણ માટે મને મારા મનમાં અંતઃકરણથી ધિક્કાર છૂટતા હતું. એ વખતે અત્યંત શોકના ભારથી અંધ થઈ જઈને મારી માતાએ પણ એવી જ રીતે એ જ શૂન્ય ઘરમાં જઈને આપઘાત કર્યો અને હું ઊભે ઊભે જોઈ રહ્યો.
સ્ત્રીને અને માતાને આવી રીતે જીવન વગરનાં નિષ્ટ થયેલા જે કાંઈક ભયથી અને કાંઈક સંતાપથી મારા હૃદયપર સ્તબ્ધ ચિત્ત લેપ લાગેલો હતો તે જરા સુકાયે, મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો અને શેકનો ભાર પણું મને વધારે થયો. કુદરતી રીતે માતા તરફ અને મેહથી પતી તરફ મને જે પ્રેમ થવો જોઈએ તેણે આખરે મારા મનપર એટલે બધે કાબુ મેળવ્યો કે તેને લીધે આખરે વિહળ થઈ જઈ તાણું તાણને મોટા સાદથી મેં રડવા માંડ્યું, પણ તે મારું રડવું માત્ર એક ક્ષણવાર જ પહોંચ્યું. તુરત જ શિલરાજે પોતાની શક્તિનો અદ્દભુત ચમત્કાર મારા ઉપર બતાવવા માંડયો અને મારા મનપર ખરેખરી અસર કરતાં મેં વિચાર્યું કે અરે! લેકે બાયડી (સ્ત્રી)ના નાશથી તે શા માટે રડતા હશે!! આવા વિચારથી હું પાછો ચૂપ રહી ગયો.
રિપુદારૂણની ફજેતી. રાજ્યભવન ત્યાગને હુકમ,
લોકેને સખ્ત તિરસ્કાર, હવે મારા પિતાના રાજભુવનમાં દાસી કંદલિકાએ વિચાર કર્યો કે- આટલો બધે વખત થયે તે પણ હજુ રાણીસાહેબ પાછા કેમ ન પધાર્યા? માટે ચાલ તેમને બહાર જઈને શોધી આવું! કાંઈક પત્તો લાગવાથી કંદલિકા તેજ ખંડેર જેવા શૂન્ય ઘરમાં આવી પહોંચી અને ત્યાં આવી પહોંચતાં જ નરસુંદરી અને વિમલમાલતીને લટકતાં જઈને તેને એકદમ ધ્રાસકે પડયો અને તેણે મોટેથી હાહારવ કરી મૂક્યો. સુરતમાં જ મારા પિતા અને નગરના લેકે મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં તો મેટે કેળાહળ થઈ ગયે. બધા કંદલિકાને પૂછવા લાગ્યા કે “આ શું થયું? આ હકીકત કેમ બની?” એના ઉત્તરમાં જેટલી હકીકત તે જાણતી હતી તેટલી તેણે બરાબર કહી સંભળાવી. તે વખતે ચંદ્રનો પ્રકાશ વધ્યો હતો અને તેથી અજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org