________________
૭૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ "વિબુધના આવાસ જેવા તેઓ લાગતા હતા; સેનાના જેવા ચોકખા વર્ણવાળા દેખાતા હતા; સુખ આપનાર જણાતા હતા; જાણે ચાલતા મેરૂ પર્વત હોય તેવા જણાતા હતા; કવાદીઓ રૂપ મદપર ચઢેલા હાથીઓના મદને ઉતારી નાખે તેવા દેખાતા હતા અને બંધારણ હાથીની પેઠે અનેક સારા હાથીઓથી વીંટળાઈ વળેલા હોવા છતાં મદ વગરના દેખાતા હતા. દેખાવ માત્રથી જ મહાત્મા હોવાનો ખ્યાલ ઉત્પન્ન કરનાર અને પૂજ્યભાવ પ્રાદુર્ભાવ કરનાર તેમ જ નિર્મળ અંતઃકરણની સામાપર છાપ પાડનાર મુનિમહારાજને જોઈને જેમ કે ભાગ્યવાનને પુણ્યોદયે રનથી ભરપૂર નિધાનની પ્રાપ્તિ થવાથી અવનીય આનંદનો અનુભવ થાય તેમ નરવાહન રાજાના મનમાં ઘણે જ આનંદ થયો. વિચક્ષણ આચાર્યને જોતાં જ નરવાહન રાજાને મનમાં નિશ્ચય
થયો કે-જેવા આ તપસ્વી મહાત્મા છે તેવા કઈ નૃપતિજિજ્ઞાસા. બીજા નરરત ત્રણ ભુવનમાં મારા જોવામાં આવ્યા
નથી. દેવતાઓની કાંતિને પણ હઠાવી દે તેવી આ મહાત્માની આકૃતિ જ જાણે તેમાં અનેક પ્રકારના ગુણે ભર્યા હોય એમ જોનારને ખાત્રી કરી આપે છે. અહાહા ! આવા મહાત્મા પુરૂષ આવી ભરયુવાવસ્થામાં કામદેવને હટાવી દીધું છે! તેમને વૈરાગ્ય ઉત્પન્ન થઈ સંસાર તજવાનું આટલી નાની વયમાં શું કારણ મળ્યું હશે? યુવાન વયમાં આવા તીવ્ર તપથી શા માટે દેહદમન કરતા હશે? હું એ મહાત્મા પાસે જઈ તેમનાં ચરણકમળને પ્રણામ કરીને મારી જાતને પવિત્ર કરું અને પછી એ મહાત્માને સંસારપર વૈરાગ્ય થઈ આવવાનું કારણ શું બન્યું તે પણ જાતે જ પૂછું. આ પ્રમાણે વિચાર કરીને રાજા નરવાહન (મારા પિતા) સૂરિમહારાજ તરફ ચાલ્યા અને તેમના પવિત્ર ચરણકમળમાં મસ્તક નમાવી વંદના કરી. આચાર્ય મહારાજે રાજાને (ધર્મલાભ રૂ૫) આશીર્વાદ આપ્યો એટલે રાજા શુદ્ધ જમીનપર બેઠે. રાજાને અનુસરીને રાજપુરૂષ તથા નગરના લેકે પણ સર્વ
૧ કુળશેલ પર્વતો હેમવત વિગેરે છ છે. તેના પર વિબુધ (૧) એટલે દેના રહેઠાણે છે; આ આચાર્ય પણ વિબુધ એટલે (૨) વિદ્વાનના આશ્રયસ્થાન હતા.
૨ મદઃ (૧) હાથીને મદ અને (૨) અભિમાન. ૩ અહીં બે. જે. એ. સેસાયટિવાળા છાપેલા પુસ્તકનું પૃ. ૫૭૬ શરૂ થાય છે.
૪ કહ્યું છે- ત્રાકૃતિtત્ર ગુણ વન્તિ જ્યાં સુંદર આકૃતિ હોય છે ત્યાં ગુણે વાસ કરીને રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org