________________
પ્રભુ ૬]
વિચક્ષણ-જડ.
૭૫૭
અનેક પ્રકારનાં અશાકનાં મેટાં ઝાડા, નાગરવેલનાં વૃક્ષા, જાયફળનાં ઝાડા, તાડનાં વૃક્ષા અને હિંતાલ (એક પ્રલલિત ઉદ્યાન કારનાં તાડ )નાં મોટાં મોટાંતરૂઆથી એ લલિત ઉદ્યાન શાભી રહ્યું હતું; વળી તેમાં ગજપીપર (પ્રિયંગુ), ચંપક (ચંપા), અંકાલ અને કેળનાં અનેક મોટાં મોટાં વા શાભતી રીતે ગોઠવેલાં હતાં; ત્યાં કેવડાની માહક સુગંધથી ભમરાનાં ટાળેટાળાં આનંદથી ગુંજારવ કરી રહ્યા હતા. ટૂંકામાં કહીએ તે વનરાજીના સર્વ ગુણાથી એ ઉદ્યાન એટલું શાભતું હતું કે એ સ્વગૅના નંદનવનની ઉપમાને તદ્દન યેાગ્ય લાગતું હતું.
એવા સુંદર લલિત ઉદ્યાનમાં નરવાહન રાજાએ એક જગ્યાએ વિસામેના લીધે. ત્યાર પછી વનની લીલાથી ઘણા વિચક્ષણાચાર્ય. આનંદ પામી મનમાં હર્ષ લાવી પેાતાના સામન્ત સાથે પેાતાની કમળ જેવી સુંદર ને ચપળ આંખેા ઉઘાડીને વનશ્રી ( ઉદ્યાનની શોભા ) જોવા માંડી. તે વખતે ફરતાં ફરતાં રાજાએ એક રાતા અશાક વૃક્ષની નીચે સાધુને યાગ્ય જગ્યાએ વિશુદ્ધ સાધુસમૂહની મધ્યમાં ધર્મદેશના દેતા વિચક્ષણ નામના આચાર્યને દીઠા તે સુંદર કાંતિથી ભરપૂર નક્ષત્રો અને ગ્રહેાના સમૂહથી ઘેરાયલા અને ચાતરમ્ પેાતાનેા શાંત પ્રકાશ ફેલાવતા સાક્ષાત્ ચંદ્ર જેવા શાભતા હતા; તેમના સુંદર શરીરની આજુબાજુએ રાતાં અશોકવૃક્ષને માટા જથ્થા ચાતરફ આવી રહેલા હતા; સર્વે ઇષ્ટ ૪ફળને આપનારા હોવાથી તેઓશ્રી સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ જેવા જણાતા હતા; મેટા કુળરોલ પર્વતપર આવેલ
1 લલિતઃ ઉદ્યાનનું નામ ઘણું આકર્ષક છે. એ ઇંદ્રિયાને આનંદ આપે તેવું નામ વ્યવહારથી બતાવે છે, અધ્યાત્મદૃષ્ટિએ આત્માને રમણ કરવાને ગિચેા ચારિત્રધર્મ છે એને તે ઉદ્દેશે છે.
ર વિચક્ષણ: એટલે સાચી સમજણવાળા. એના નામનું સાર્થકત્વ આગળ જણાશે.
૩ ચંદ્ર સાથે નક્ષત્રા ૨૭ અને ગ્રહેા ફરતા હેાય છે તેમ અહીં આચાર્ય સાથે ખીજા અનેક સાધુએ ફરતા હતા, ચંદ્ર જેમ ઉદ્યોત કરે છે તેમ સાધુ પણ જ્યાં જાય ત્યાં જ્ઞાનનેા અને શાસનનેા ઉદ્યોત કરે છે.
૪ ફળ શ્લેષ: (૧) કલ્પવૃક્ષ-સ્થૂળ વસ્તુઓ આપે છે અને (૨) આચાર્ય મેાક્ષફળ આપે છે.
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org