________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ જે માં સારી રીતે લાલનપાલન કરાતા ઉછરતા ગયા અને વૃદ્ધિ પામતાં યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા. સર્વ લેકમાં પ્રસિદ્ધ, ઉત્તમ ગુણરત્રોના ઉત્પત્તિસ્થાનરૂપ એક
નિમેળચિત્ત નામનું ઉત્તમ નગર છે. આ અંતરંગ બુદ્ધિ-વિચ- નગરમાં મલક્ષય નામના રાજા રાજ્ય કરે છે. ક્ષણનું લગ્ન. એ અનેક સગુણરતોને જન્મ આપનાર અને સર્વે
રોનું પોષણ કરનાર છે. એ મલક્ષય રાજાને અત્યંત વહાલી સુંદરતા નામની પટ્ટરાણી છે જે સર્વ અંગે અત્યંત સુંદર અને ઉપર જણાવેલા સરલો (રસગુણે)ને વધારનારી છે. એ મલક્ષય રાજા અને સુંદરતા રાણીને સમય પરિપાક થેયે એક કમળપત્રની જેવી આંખેવાળી ગુણના ભંડાર રૂપ અને કુળની આબરૂને વધારનારી બુદ્ધિ નામની પુત્રી ઉત્પન્ન થઈ. એ રાજારાણુએ બહુ વિચાર કરીને પિતાની દીકરી બુદ્ધિને તેને યોગ્ય ગુણ અને રૂપવાળા કુમાર વિચક્ષણ તરફ મિકલી આપી અને તે બુદ્ધિ પણ બરાબર તપાસ કરીને પિતાની હૉસથી કુમાર વિચક્ષણને સ્વેચ્છાથી વરી. એ વિચક્ષણ કુમારે માહાનું આડંબર અને હપૂર્વક બુદ્ધિ કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. તે સદ્ગુણશીલ ભાર્યા ઉપર તેને બહુ પ્રીતિ થઈ. વિચક્ષણ કુમાર મનનાં અનેક પ્રકારનાં (માનસિક) સુખ
બુદ્ધિ પતી સાથે ભગવતે આનંદમાં દિવસો પસાર વિમર-ઝકર્ષ કરે છે. હવે એ મલક્ષય રાજાને “વિમર્શ નામનો
પુત્ર છે. તેને રાજાએ પોતાની બુદ્ધિ દીકરીની તપાસ કરવા-તેના ખબર અંતર પૂછવા સારૂ મોકલ્યો. એ વિમર્શ કુમારને પિતાની બહેન બુદ્ધિ ઉપર ઘણે એહ હોવાથી તેની પાસે આવીને
૧ નિર્મળચિત્તઃ એટલે પાપ વગરનું મન, વિશુદ્ધ મન. એ અંતરંગ સૃષ્ટિમાં નગર છે.
૨ મલક્ષયઃ કર્મ મેલને ક્ષય-નાશ. નિર્જરા. અંતરંગ રાજ્યનું રૂ૫ક. નિર્મળચિત્તમાં તે મળન-પાપને ક્ષય જ થાય.
૩ સુંદરતાઃ સૌદર્ય. આંતર વિશુદ્ધિ, નિર્મળચિત્તમાં મલક્ષય રાજાને ઘરે સૌદર્યરૂપ પતી હોય તે સ્પષ્ટ સમજાય તેવું છે.
૪ બુદ્ધિઃ મનની નિર્મળતાથી પાપનાશને પરિણામે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેને જન્મ થાય છે. તે અંતરંગ સૃષ્ટિ છે એટલું ધ્યાનમાં રાખવું.
૫ વિમર્શ એટલે વિચાર. નિર્મળચિત્તમાંથી મલક્ષય થઈ ગયા પછી બુદ્ધિની સામે જ્યારે વિચાર આવે ત્યારે વિચક્ષણતામાં ખામી રહે નહિ. આ અત્યંત ઉચ ભાવ છે તે સમજવા યત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org