________________
૭૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ છેઃ (૧) આત્મસ્તુતિ (૩) પારકી નિંદા અને (૩) પૂર્વકાળમાં આનંદકીડા કરી હોય તેની કથા અન્ય પાસે કરવી તે. આ ત્રણે બાબત સાધુના આચારથી વિરૂદ્ધ છે અને મારું ચરિત્ર કહેવામાં એ આત્મ
સ્તુતિ, પનિંદા અને પૂર્વક્રીડિતનું કીર્તન થઈ જાય તેમ છે તેથી મારું ચરિત્ર કહેવું એ એક રીતે મને યોગ્ય લાગતું નથી.”
નરવાહન–“સાહેબ! આ પ્રમાણે કહીને તે આપનું ચરિત્ર સાંભળવા માટે મને જે જિજ્ઞાસા થઈ હતી તેમાં આપે ઘણું જ વધારો કર્યો છે, માટે હવે તે મારા ઉપર કૃપા કરીને આપનું ચરિત્ર જરૂર કહે.
રાજાનો આવો આગ્રહ જાણીને અને પોતાના વૈરાગ્યનું કારણ કહી સંભળાવવાથી રાજાને તેમજ બીજાને પ્રબોધ થવાનું કારણ જાણીને મધ્યસ્થ વૃત્તિએ આચાર્ય મહારાજે પિતાનું ચરિત્ર કહેવા માંડ્યું.
"વિચક્ષણાચાર્ય ચરિત્ર.
રસના પ્રબંધ.
અગૃહીતસંકેતા! ત્યાર પછી હું (રિપદારૂણ) પણું સાંભળુ તેવી રીતે મારા પિતા નરવાહન સમક્ષ વિચક્ષણચાર્યે પોતાનું ચરિત્ર નીચે પ્રમાણે કહ્યું –
પરિવાર પરિચય. ભૂતળ નગરે. મલસંચયો રાજા રાણી. તેના પુત્ર શુભદય. ત૫ક્તિ છે
અશુભેદય. શુભેદય-નિજચારૂતા પુત્ર ... ... વિચક્ષણ.
અશુભેાદય-સવયેગ્યતા પુત્ર ... ... જડ. નિર્મળચિત્ત નગરે.
મલક્ષય રાજા રાણી–તેને પુત્ર .. વિમર્શ. * સુંદરતા છે
તેની પુત્રી ... બુદ્ધિદેવી. વિચક્ષણ-બુદ્ધિદેવીના પુત્ર
પ્રકર્ષ. વિમર્શ પ્રકર્ષ. .. ... મામા ભાણેજ.
૧ અહીંથી રસનાની કથા બહુ રસથી શરૂ થાય છે. તેમાં વિમર્શ પ્રકર્ષને જગતનું અદ્ભુત સ્વરૂપ બતાવશે. રિફદારૂણની હકીકત હવે છેલ્લાં બે પ્રકરણમાં આવશે. આખા ગ્રંથમાં આ વિચક્ષણાચાર્યનું ચરિત્ર-રસનાપ્રબંધ સર્વથી વધારે રસિક છે એમ મારું માનવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org