________________
શારદા સુવાસ શેઠ ઘ ચલે ગયે, પણ પિતા મહાત્મા ભૂલાતા નથી. એને ઉંઘ આવતી નથી. મહાત્માનું શું થયું હશે ? સવારે સૂર્યોદય થતા પહેલા ત્યાં પહોંચી ગયો ને હાથ જોડીને પૂછયું-એ ભગવાન ! આ હિમ જેવી ઠંડીમાં આપ રાતભર ખુલ્લા દિલે કેવી રીતે ઉભા રહી શકયા ! આ તે જંઘાચારણ મુનિ હતા. તેમને સૂર્યોદય થતાં ધ્યાન પાળવું હતું એટલે “નમે અરિહંતાણું” બોલી કથાન પાળીને આકાશગામી વિદ્યાના બળે તેઓ આકાશમાં ઉડી ગયા. આ છેકરે સમજ કે મહાત્માએ મને આટલી બધી ઠંડી કેવી રીતે સહન થાય તેને મહામંત્ર આપે. શેઠે કરેલી ઇચ્છા” : મહાત્મા તે ગયા પણ નોકર “નમો અરિહંતાણું” એ મંત્રનું રટણ કરવા લાગે. સાંજ સુધી જંગલમાં રટણ કર્યું. સાંજે ઘેર આવ્યું. ઢોરને પાણી પીવડાવતા ને ખાણ ખવડાવતા એક જ રટણ કરે છે “નમો અરિહંતાણું આ સાંભળીને શેઠ પૂછે છે કે બેટા ! તું આ શું બોલી રહ્યો છે? ત્યારે નેકરે કહ્યું બાપુજી! આજે તે મારા ભાગ્ય ખુલી ગયા. ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય મારા કે મને આજે જંગલમાં મહાન સંતના દર્શન થયા. તેમણે મને ઠંડી સહન કરવાનો મહાન મંત્ર આપે છે તેનું રટણ કરું છું. શેઠે પૂછ્યું કે તેને કેવી રીતે મંત્ર આપ્ય? એટલે નોકરે વિગતવાર બધી વાત કરી. શેઠ તે જૈન હતા એટલે સમજી ગયા કે નેકરે એમ પૂછયું હશે કે આટલી બધી ઠંડી આપે કેવી રીતે સહન કરી ? બરાબર એ જ સમયે મુનિને કાઉસગ પાળવાને સમય હશે એટલે “નમે અરિહંતાણું” બેલ્યા હશે ત્યારે આણે માન્યું કે મને ઠંડી સહન કરવાને મંત્ર આપ્યો. “નમો અરિહંતાણું” એ તે મંત્ર જ છે તે હવે એના ઉપરથી એની શ્રદ્ધા તૂટવી ન જોઈએ પણ શ્રદ્ધા વધે તેમ કરવું જોઈએ.
બંધુઓ ! તમારા ઘરમાં, કુટુંબમાં કે જ્ઞાતિમાં કઈ ભાઈ કે બહેન દાન કરતા હિય, તપ કરતા હેય, બ્રહ્મચર્યનું પાલન કરતા હોય કેઈ પણ ધર્માનુષ્ઠાન કરતા હોય તે તેની શ્રદ્ધા ડગમગ થાય તેવું તમે કરશે નહિ. તેની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય તેવી વાત કરશે નહિ અને કરનારને કદી અંતરાય પાડશો નહિ. જે કરનારને અંતરાય પાડશે તે મહાન પાપના ભાગીદાર બનશે. હું તે તમને કહું છું કે કદાચ તમારા દીકરા દીકરીએ દીક્ષા લેવા તૈયાર થાય તે પણ તમે અટકાવશે નહિ પણ એમ કહેજે કે બેટા! આ સંસાર દુઃખની ખાણ છે, ભડભડતે દાવાનળ છે. ભયંકર ઉંડી ખાઈ છે. અમે તે આ ખાઈમાં પડયા છીએ પણ ખરેખર પડવા જેવું નથી. આ દાવાનળમાંથી જે બચવું હોય તે સંયમના માર્ગે સિધાવે. આ અસાર સંસારમાંથી બચવા માટે લેવા જેવો હોય તે સંયમ છે, છોડવા જે હોય તે સંસાર છે, અને મેળવવા જેવો હેય તે મોક્ષ છે. આવું કહેજે પણ દીક્ષા લેતા અટકાવશે નહિ.