________________
શારદા સુવાસ
કરાઓનું નામ બલોય છે ને મારું નામ કેમ નથી બેલતા? એના ટીચરને પૂછે છે કે બધાનું નામ બેલાય છે, બધાની હાજરી પૂરાય છે, ને મારી કેમ નહિ? ત્યારે, ટીચર કહે છે બેટા ! તારા પિતાએ હજુ આ સ્કુલમાં તારું નામ દાખલ કરાવ્યું નથી એટલે તારી હાજરી ક્યાંથી પૂરાય ? તેથી બાળક ઘેર આવીને કર્યો કરે છે, કે બાપુજી ! હજુ મારું નામ કેમ લખાવતા નથી ? પછી બાળક શું કરશે ? તમને ખબર છે ને? પરાણે લઈ જશે ને ?
બંધુઓ ! બાળકને પિતાનું નામ સ્કુલમાં દાખલ થયું નથી તેને અફસેસ થાય છે પણ આ મારા શ્રાવકેને હજુ અફસોસ નથી કે હું વર્ષોથી નવકારમંત્રનું સ્મરણ કરું છું પણ હજુ પંચપરમેષ્ટિમાં મારું નામ કેમ નથી આવ્યું? મનમાં એવા ભાવ આવે છે ખરા કે ભગવાનના હાજરીપત્રકમાં-પંચપરષ્ટિમાં મારું નામ કયારે દાખલ થશે ? આ અફસોસ થાય છે? પંચપરમેષ્ટિ નવકારમંત્રમાં અજબગજબની તાકાત છે. આપણા જૈન ધર્મમાં નવકારમંત્ર એ મહાન મંત્ર છે. નવકાર મંત્રના પ્રભાવે સળગતે દાવાનળ શીતળ બની જાય છે. શૂળીના સ્થાને સિંહાસન બની ગયું છે. નવકારમંત્રના પ્રતાપે જીવ મહાન સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
બાળકના જીવનમાં રહેલી પવિત્રતા” –એક શેઠને ઘેર રબારીને કરો નોકરી કરતા હતા તે દરરોજ શેઠના હેરોને લઈને વનવગડામાં ચરાવવા માટે જાતે. એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં એક વસ્ત્ર પહેરીને ખુલ્લા બદને ધ્યાનમાં ઉભેલા એક મહાત્માને જેવા. મહાત્માને જોઈને આ અગિયાર વર્ષના છોકરાના મનમાં થયું કે અહે! મેં તે ધાબળા ઓઢા છે ને તાપણું કરીને તાવું છું છતાં શરીર થરથર ધ્રુજે છે. તે આ મહાત્મા તે ખુલ્લા શરીરે ઉભા છે તે શું એમને ઠંડી નહિ લાગતી હેય! કેવા સ્થિર ઉભા છે! અગિયાર વર્ષના છોકરાને સાધુની ચિંતા થઈ પણ તમે ઠંડીના દિવસોમાં તમારા ફલેટમાં ગરમ શાલ અને ધાબળા ઓઢીને સુતા છે ત્યારે ભગવાનના સંતે યાદ આવે છે ખરા ? કેરીની સીઝનના દિવસોમાં તમે કેરી ખાતા છે ત્યારે પરદેશ રહેતે દીકરે તમને યાદ આવે છે ને કે આપણે કેરી ખાઈએ છીએ પણ આપણે દીકરે કેરી ખાધા વિના રહી જશે ? ત્યાં દીકરો કે યાદ આવ્યું ? યાદ રાખજે, જીવને સંતાને વહાલા છે એટલા સંત વહાલા નથી પણ જ્યાં સુધી દેવ, ગુરૂ અને ધર્મ વહાલા નથી ત્યાં સુધી આત્માનો ઉધ્ધાર નથી.
મહાત્માને પૂછતે બાળક” –પેલા છોકરાને ચિંતા થવા લાગી કે આ મહાત્માને કેટલી ઠંડી લાગતી હશે? તેમની પાસે જઈને હાથ જોડીને કહે છે હે ભગવાન! તમને ઠંડી નથી લાગતી? આ મારો ધાબળો હું તમને ઓઢાડું પણ મહાત્મા તે કંઈ જ બેલતા નથી. સંધ્યા કાળ થયે એટલે છોકરો તે ઢારા લઈને પિતાના