________________
૮૭
શારદા શિખર મને બે ત્રણ વખત અવાજ આવે એટલે વ્યાખ્યાનમાં ન જતાં હું પાછી આવીને તેમના માથા આગળ બેઠી. તેઓ કહે કેમ પાછા આવ્યા? મેં કહ્યું મને આમ થાય છે. તો તે કહે સારું થયું તેમણે મારા મેળામાં માથું મૂકયું અને મને કહે છે મહાસતીજી ! હું નથી મરતી મારે દેહ મરે છે. તમે મારે રાગ રાખશે નહિ. મારો મોહ છેડી દે. આ દેહ તે નશ્વર છે. તમે હિંમત રાખજો એમ કહી હાથ જેડી મસ્તકે હાથ મૂકીને કહે છે તે આદેશ્વર દાદા ! મને ભભવ તમારું શરણું હેજે. ત્યાં હું ચમકી મને થઈ ગયું કે હવે મારા તારાબાઈ મને મુકીને ચાલ્યા. એટલે મેં એમને ૯-૪૫ મિનિટે સાગારી સંથારો કરાવ્યું. પ્રત્યાખ્યાન લેતાં એમના મુખ ઉપર એટલો બધો હર્ષ હતું કે બસ, હવે મારી ભાવના પૂર્ણ થઈ. એમણે તે ત્રણ દિવસ અગાઉ મને સંથારે કરાવે તેવી ખૂબ ભાવના વ્યકત કરી હતી પણ તેમની ભાવનાને હું પૂર્ણ કરી શકી નહિ. જ્યારે સાગારી સંથારે કરાવ્યું ને હું બોલી કે કાળ આવે તે જાવજીવ. ત્યાં તેમને અંતરાત્મા બોલી ઉઠયે કે હું આજે ભાગ્યશાળી બની, મારા ગુરૂણીએ મને પાવન બનાવી. કાંટાળા રસ્તેથી પાછી વાળી મેક્ષના માર્ગે વાળી. ધન્ય છે મારા ગુરૂદેવ ! હું આપને ખમાવું છું. હવે મને નવકારમંત્ર સંભળાવે. આથી અમે નવકારમંત્રનાં શરણુ દેવા લાગ્યા. પણ પિતે તે છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું” એ ધૂન ચાલુ રાખી. તા. ૨૫મીના શનિવારે સવારે ૧૦ ને ૧૦ મિનિટે પિતાની જાતે ધૂન બોલતાં બોલતાં મહાવદ બીજના દિવસે ૪૮ વર્ષની ઉંમરે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સકળ સંઘની હાજરીમાં નશ્વર દેહને ત્યાગ કર્યો. દીક્ષા લીધી ત્યારથી તેઓ કહેતા કે ભલે ઓછું છવાય પણ પંડિત મરણે હું મરું. એ તેમની શુદ્ધ ભાવના સાકાર બની. તે ટૂંક સમયમાં આત્મસાધના સાધી ગયા.
જાનાર તે જાતાં રહ્યા, સદગુણ એના સાંભરે, લાખો લુંટાવે તે ભલે, મરનાર પાછા ના મળે. જાનાર આગ વિષે બળે, જેનારા અગ્નિ વિણુ બળે, રોયા કરે તે શું વળે, મરનાર પાછા ના મળે. વૈભવ મળે, કીતિ મળે, લક્ષ્મી ગયેલી સાંપડે, એ સૌ મળે પણ જગતમાં મરનાર પાછા ના મળે.
ખરેખર! ગોઝારા કાળે ગજબ કર્યો. વાત્સલ્યની વેલડી, વિનયની વાવડી અને સેવાન સૌરભવંતા સુમન સમા અમારા તારાબાઈ મહાસતીજીને કૂર કાળ રાજા લઈને ચાલતાં થઈ ગયા. દરેક સંઘમાં સંઘે ખબર આપ્યા. દર્શન માટે મુંબઈની માનવ મેદની ઉમટી. જેમની સ્મશાનયાત્રામાં પચ્ચીસ હજાર (૨૫,૦૦૦) માણસો હતા. તેમને દેહ ચંદનના કાષ્ટોથી બાળવામાં આવ્યા હતા. તેમને દેહાંત થવાથી શ્રી