________________
શારદા શિખર મહાસતીજી! આ જીવન ક્ષણ ભંગુર છે. નશ્વર દેહને મોહ છોડવા જેવો છે. હું વડી દીક્ષા લેવાની છું. આવા તેમના ગૂઢ સંકેતને હું સમજી શકી નહિ. મેં કહ્યું વડી દીક્ષા સાયન છે ને તમારી તબિયત સારી નથી. તમે ત્યાં સુધી કેવી રીતે આવી શકશે ? મને કહે હું આવવાની નથી પણ જવાની છું. મને હવે અંતિમ આલેચના કરાવે. હવે હું ફક્ત અઢી દિવસ છું. બીજે દિવસે વડી દીક્ષા આપવા માટે હું જતી હતી ત્યારે મને કહે મહાસતીજી! આપ વહેલા પધારો. તે દિવસે તેમણે ૧૦-૧૦ મિનિટે ધૂન બોલવાની શરૂ કરી.
દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ માહરૂં રે
હદયના રણકારથી તેમણે આ શબ્દો બોલવાના શરૂ કર્યા, આંખમાં આંસુ સાથે બધા મહાસતીજી પૂછવા લાગ્યા. તમે આ શું બોલે છે ? ત્યારે તે કહે -મારા મહાસતીજી રડે મા. આંખમાં આંસુ લાવે મા.
ચિંતા કરે શા કાજ, કેઈનું ફેરવે ફરતું નથી, નિર્માણ જેહનું જે થયું, કોઈ અન્યથા કરતું નથી.
મૃત્યુ એ તે જીવન ઝરણાનું અટક સ્થાન છે. આત્મા અમરને અવિનાશી છે. આ નશ્વર દેહ એક દિવસ છૂટી જવાને છે. આટલું કહીને પિતાની ધૂનમાં મસ્ત બની ગયા. બીજે દિવસે તા. ૨૫મી ને શનીવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે પાણી બે ઘડા લાવજે. પહેલા કાળની ગૌચરી પહાર આવતાં પહેલાં પતાવી દેજે. કંઈ રાખશે નહિ. પહેરવા માટે ત્રણ કપડાં સીવેલા તૈયાર છે ને? ન હોય તે હાલને હાલ સીવડાવી લે. આ બધું કહેવાની પાછળ એમને આશય એ હતો કે હમણાં હું હવે જવાની છું મારા ગુરૂ ગભરાઈ જશે માટે એમણે બધા સંકેત કર્યા.
અંતિમ ઉદગાર હવે હું ખંભાત આવવાની નથી. હવે આપણે દેશમાં જવાના છીએ. તે ચંદ્રિકાની દીક્ષા વૈશાખ મહિનામાં સારી રીતે ઉજવજો. હું હવે ખંભાત આવવાની નથી. પછી કહે મને કપડા આપે હું બદલી લઉં. પછી તમને મહેનત પડશે. મેં કહ્યું શા માટે ? મેં ન આપ્યાં છતાં અંદરના કપડા તે પહેરી લીધા. મને ગોળ ગોળમાં બધું સમજાવી દીધું પણ હું સમજી શકી નહિ. ત્રણ દિવસ અગાઉ મને કહેલ કે હું અઢી દિવસ છું. મને આગલા દિવસે કહેલું કે હું તે કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરૂણીના ખોળે માથું મૂકીને આપણું ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. બરાબર તેમજ બન્યું.
વ્યાખ્યાનને સમય થયો એટલે વસુખાઈને વ્યાખ્યાન શરૂ કરવા મલ્યા. હતા. હું નવ વાગે તૈયાર થઈને દાદર સુધી ગઈ પણ મને કઈ કહેતું હોય તે ગેબી અવાજ આવે કે તને કહ્યું છે કે હું અઢી દિવસ છું ને તું કયાં જાય છે?